પોરબંદરના વીસાવાડા ગામની સીમમાં પરપ્રાંતીય બાળકી ખેતરમાં રમતી હતી ત્યારે તેના ઉપર ટ્રેક્ટર ફરી વળતા કણ મોત નીપજ્યું છે.
મૂળ મધ્ય પ્રદેશ તથા હાલ વિસાવાડા ગામે રામ અરભમ કેશવાલા ની વાડીએ ખેત મજૂરી કરવા આવેલા સુરેશ ડુંગરસિંગ જમરા નામના યુવાને મિયાણી મરીન પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ત્રણ મહિનાથી તે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી તેના પરિવાર સાથે આવ્યો હતો.
જેઠાભાઈ રાણાભાઇ આ ટ્રેક્ટરથી ખેતર ખેડતા હતા એ સમયે ફરિયાદીની અઢી વર્ષની બાળકી રવિના રમતી હતી ત્યારે જેઠાભાઈએ બેદરકારીથી ટ્રેક્ટર ચલાવતા રવિના ઉપર ચડી ગયું હતું ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી આથી તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે લવાઈ હતી પરંતુ ફરજ પરના તબીબ હોય તેને મૃત જાહેર કરી હતી આથી ટ્રેક્ટર ચાલક જેઠા રાણાવાયા સામે સુરેશ જમરાએ બે ફિકરાઈથી ટ્રેક્ટર ચલાવીને મોત નીપજાવ્યાનો ગુન્હો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech