જામનગરમાં સમર્પણ સર્કલ પાસે શિક્ષિકાના મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • February 12, 2025 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રાધે શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા એક શિક્ષિકા ના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા ૧,૩૧,૦૦૦ની કિંમતના સોનાનું બિસ્કીટ, નેકલેસ, હાર, બંગડી, સહિતના આભૂષણોની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી  છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

મૂળ ઓડીશા રાજ્યના વતની અને હાલ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રાધે શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર ૪૦૨ માં રહેતા તેમજ શિક્ષિકા તરીકે નોકરી કરતા શર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ રાજવંશી કે જેઓએ પોતાના ફ્લેટમાંથી કોઈ તસ્કરો ૧,૩૦,૯૦૦ની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરોએ તેમના બંધ ફલેટના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ કબાટમાં રાખેલી સોનાની બંગડી, સોનાના બે નેકલેસ, બે હાર, બે ચેન, સોનાની વિંટી, બે મંગલસુત્ર, ૪ જોડી બુટી, સોનાનું નાનું બિસ્કીટ,  ચાંદીના સાંકળા, ચાંદીના વિછીયા, ચાંદીની બુટી, એક પાસબુકની ચોરી કરી લઈ ગયા હતા. 
​​​​​​​

જે ફરિયાદના અનુસંધાને સીટી-સી ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓની મદદ લઈને તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application