કોટડાસાંગાણીમાં સાંકડા રોડથી ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો બની છે, રોજ બેરોજની આ સમસ્યાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જયારે બાયપાસ રોડ લાંબા સમયથી મંજુર થઇ ગયો હોવા છતાં આજ સુધી કામ ચાલુ કરવામાં ન આવતા નાછૂટકે લોકોને સાંકડા રસ્તામાંથી પસાર થવું પડી રહ્યું છે. જેના કારણે આ ટ્રાફિક સમસ્યા પણ ઉદભવી રહી છે. અનેક વખત આ ટ્રાફિકની લાઇનોમાં ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સને પણ લાંબો સમય સુધી રાહ જોવી પડે છે જેના કારણે લોકોનું જીવન પણ જોખમાય છે. એક બાજુ રસ્તાઓ નાના હોવાથી મોટા વાહન નીકળતા આ એક કિલોમીટર લાંબા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. આ રોડ ઉપર પ્રાથમિક તાલુકા શાળા અને કન્યાશાળાઓ આવે છે. જેમાં બાળકોને વાહનોની અવર–જવર વચ્ચે જવું પડી રહ્યું છે. આ ઉપરાંત રાહદારીઓ માટે પણ વાહનો જોખમી સાબિત થઇ શકે છે ત્યારે વહેલી તકે બાયપાસ રોડનું કામ શરૂ કરવામાં આવે તેમજ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તત્રં યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં ટેલેન્ટ ક્યાં છે?... શોએબ અખ્તરે મોહમ્મદ હાફીઝ પર કર્યા પ્રહારો
February 26, 2025 04:20 PMપઠાણકોટમાં બીએસએફ જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો
February 26, 2025 03:27 PMપાકિસ્તાન સામે સદી ફટકારવા બદલ કોહલી રેંકિંગમાં આગળ પહોંચ્યો, ICC એ આપી ભેટ
February 26, 2025 03:26 PM'સૌથી ખરાબ એરલાઇનનો પુરસ્કાર હોત તો એ એર ઇન્ડિયાને મળત: BJP પ્રવક્તા જયદીપ શેરગિલ
February 26, 2025 03:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech