જામનગર રોડને જોડતો પરસાણાનગરનો સાંઢિયા પુલને આજથી બધં કરી દેવાતા પ્રથમ દિવસે જ નહીં પ્રથમ કલાકે જ ટ્રાફિક સમસ્યાએ વાહનચાલકોને તોબા...તોબા... પોકારાવી દીધું હતું. ભોમેશ્ર્વર રોડ સાઈડ બન્ને બાજુ વાહનો કિડિયારાની જેમ ઉભરાયા હતા. પોલીસ માટે પણ ટ્રાફિક કિલયર કરાવવો કઠણ પડી ગયો હતો. રેલવે ફાટક બધં થાય ત્યારે તો બન્ને છેડે વાહનોની કતારો જામી ગઈ હતી.
હોસ્પિટલ ચોક તરફથી જામનગર રોડ પર જવા માટે ટુ વ્હીલર્સ, કાર, થ્રી વ્હીલર્સ જેવા લાઈટવેઈટ ફોર વ્હીલર્સને પોલીસ પેટ્રોલ પમ્પથી ભોમેશ્ર્વર પ્લોટ ફાટક ત્યાંથી મંદિર થઈ જામનગર રોડ તરફથી હોસ્પિટલ ચોક તરફ જવા માત્ર ટુ વ્હીલર્સને જ છૂટ છે. પોલીસ કમિશનરના જાહેરનામામાં આજે પોલીસ અને પ્રજા (વાહનચાલકો)ને પગેપાણી ઉતરી ગયા હતા.
સાંઢિયા પુલ બધં થઈ જતા અને તેની અવેજમાં જાહેરનામા મુજબના માર્ગેા પર વાહનો ડાયવર્ઝન અપાયા છે તે માર્ગેામાં ભોમેશ્ર્વર પ્લોટના માર્ગની હાલત આજે અંધાધૂંધી જેવી બની હતી. એકતો પહેલેથી જ આ માર્ગ સોસાયટીનો શેરી માર્ગ સાંકળો રસ્તો છે ત્યાં બધા વાહનો ડાયવર્ટ કરાતા કાળઝાળ ગરમીમાં વાહનધારકો ટ્રાફિકમાં ફસાતા આકુળવ્યાકુળ બની ગયા હતા.
ભોમેશ્ર્વર પ્લોટ ફાટક બધં થતાં સ્થિતિ થોડો વખત જાણે વિસ્ફોટક જેવી બની ગઈ હતી. આવી જ રીતે રેલનગર, પોપટપરા સહિતના વિસ્તારના ડાયવર્ઝન માર્ગ પર પણ ટ્રાફિક અસંખ્ય વાહનચાલકો અને પોલીસ સ્ટાફ માટે ઉપરથી અગનગોળા ફેંકતી ગરમી–તાપ વચ્ચે માથાના દુ:ખાવારૂપ સમસ્યા બની છે.
પોલીસ અધિકારીઓએ રિ–સર્વે કરીને કોઈ સૂચારૂ અન્ય માર્ગ કે ડાયવર્ઝન કાઢવા પડશે નહીં તો મહિનાઓ સુધીની આ સમસ્યા પારાવાર પીડા બની જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech