હળવદ શહેરમાં એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓ વેચવા મામલે જવાબદાર તંત્રએ એકાબીજાને ખો આપી છે. જેમાં વાત કરવામાં આવે તો છેલ્લ ા ચારેક દિવસોથી સમાચાર પત્રોમાં લક્ષ્મી ટ્રેડર્સમાં એક્સપાયરી તારીખવાળી કોસ્મેટીક તેમજ ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચાણ થતું હોવાનો અહેવાલ પ્રસારીત થયા છે. ત્યારે છેલ્લ ા ચારેક દિવસથી ચાલી રહેલા સમાચારથી પણ તંત્રનું પેટનું પાણી હલ્યું નથી દુકાનોમાં લક્ષ્મી ટ્રેડર્સ જેવી જ અનેક દુકાનોમાં કોસ્મેટીક તેમજ ખાણીપીણીની ચીજવસ્તુઓ એક્સપાયરી થઈ ગયેલી વેચાઈ છે. ત્યારે આજે કોસ્મેટીક વિભાગના અધિકારીઓ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરતા તેઓએ કોસ્મેટીક વિભાગના અધિકારીઓને ખો આપી તેમજ કોસ્મેટીક વિભાગના અધિકારીઓએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને ખો આપી હતી. આમ તંત્રની મિલિભગતથી હળવદમાં એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થાય છે અને સોશિયલ મીડિયા પર એકસાથે એક ફ્રી તેવી જાહેરાત પણ કરાઈ છે. ત્યારે જવાબદાર તંત્રની નૈતિકતા મરી પરવારી છે કે શું? તેવા સવાલ ઉઠી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના સુવરડા ગામે પ્લેન ક્રેશમાં શહીદ પાઇલોટને અપાઈ શ્રધાંજલિ
April 05, 2025 02:01 PMજોડીયાના જીરાગઢ ગામ પાસે ચાર યુવકો પાણીમાં ડૂબ્યા, બે ના મોત
April 05, 2025 01:54 PMકાલાવડ રાજકોટ હાઇવે પર એક ઓટો રીક્ષા પલટી મારી જતા સાતથી આઠ વ્યક્તિઓને ઇજા
April 05, 2025 01:50 PMટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ફટકો, 80 હજાર કરોડની પ્રોડક્ટ્સની નિકાસ પર થશે અસર
April 05, 2025 01:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech