રાજકોટ શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જાળવણીના નામે ટોઈંગ વેનના ત્રાસથી વેપારીઓથી લઈ સામાન્યજન પણ ત્રાહીમામ જેવા બની ગયા છે. રૈયા રોડ પર સતત બાજની જેમ ફરતી ટોઈંગ વેનની નજર રોડ પર પડેલા વાહનો પર હોય છે અને તુર્ત જ લોક કરી દેવાય કે દડં ફટકારાય છે. ટ્રાફીક ટોઈંગ વેનના આ અતિરેકના કારણે આજે રૈયા રોડના વેપારીઓએ બડં પોકારીને પોતાના ધંધા રોજગાર બધં રાખી વિરોધ વ્યકત કર્યેા છે. ટોઈંગ વેનના ત્રાસમાંથી મુકત કરાવવા રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ટ્રાફીક પોલીસની તેમજ કોન્ટ્રાકટ પર દોડતા ટોઈંગ વાહનો જાણે ચોકકસ ટાર્ગેટ સાથે કામ કરતા હોય તે રીતે બાઈકને ફટાફટ ઉઠાવી જાય કાર કે આવા વાહનોને લોક ફટકારી રોજીંદા હજારો રૂપિયાના ચાર્જ વસુલે છે અને આવી જ રીતે ઉઘરાણા પણ થતા હોવાની મોટી બુમરાળ છે. રૈયા રોડ પર ટોઈંગ વેનના અતિરેક સામે વેપારીઓમાં કચવાટ હતો અને અવારનવાર ટોઈંગ વેનના કર્મચારીઓ સાથે માથાકુટ પણ થતી હતી. પોલીસ કર્મચારી પણ જાણે ટાર્ગેટ આપ્યા હોય તે રીતે નમતું જોખતા નહીં અને દડં વસુલવાના આગ્રહ કરતા.
વેપારીઓએ એવો આક્રોશ વ્યકત કર્યેા છે કે, અમે દુકાનની બહાર અમારા બાઈક રાખીએ તો પણ ટોઈંગ વાન આવી ઉઠાવી જઈ અથવા તો દુકાન બહાર પણ વાહનો ટોઈંગ સ્ટાફ રાખવા દેતો નથી. આવી જ રીતે કોઈ ગ્રાહક બે–પાંચ મીનીટ માટે આવ્યો હોય તો પણ તેના વાહનો લોક કરી દે અને ૫૦૦–૧૦૦૦નો દડં વસુલે. જે ગ્રાહક ૨૫–૫૦ રૂપિયાની વસ્તુ લેવા આવ્યો હોય તેને ૧૦૦૦ રૂપિયાનો ચાંદલો થતો હોય આવા કારણોસર ગ્રાહકો પણ દુકાનો પર આવતા બધં થયા છે અને તેના કારણે ધંધા રોજગારમાં અસર પડી છે. અગાઉ પોલીસ અધિકારી અને મહાપાલિકામાં રજુઆત કરાઈ હતી તે સમયે વાહનો પાર્ક કરવા માટે પીળો પટ્ટો બોર્ડર બનાવી દેવાઈ હતી.
અત્યારે ફત્પટપાથનું કામ ચાલુ હોય અને કેટલીક ફત્પટપાથ તુટી ગઈ હોવાથી આવા પીળા પટ્ટા ભુંસાઈ ગયા છે જેથી પોલીસ હવે માનવા તૈયાર થતી નથી અને બહાર પડેલા વાહન ઉઠાવી જાય છે. રોજીંદી આ સમસ્યામાંથી મુકિત અપાવવા માટે પોલીસના ટ્રાફીક ટોઈંગ વેનના ત્રાસ સામે ખફા થઈને રૈયા રોડ પરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બધં રાખ્યા હતા અને પગપાળા સીપી કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં લેવાશે બે વાર, ડ્રાફ્ટને મંજૂરી
February 25, 2025 11:43 PMઅમરેલી લેટરકાંડ: પોલીસ વડાના આકરા પગલાં, 8 PI અને 7 PSIની બદલી
February 25, 2025 11:30 PMરાજકોટ-અમદાવાદ હાઈવે પર કાળો કેર: ટ્રક-રિક્ષાની ભયાનક ટક્કરમાં 6ના મોત
February 25, 2025 11:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech