ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવો મુશ્કેલ બનશે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક બનાવવાનો નિર્ણય લીધો છે. નવા નિયમના કારણે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવું પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયું છે. એવું માનવામાં આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. ઓસ્ટ્રેલિયાએ અગાઉ વિઝા ફીમાં મોટો વધારો જાહેર કર્યો હતો. જે પછી 1 જુલાઈ, 2024 થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ વિઝા ફી તરીકે 710 ઓસ્ટ્રેલિયન ડોલરને બદલે 1600 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવા પડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, વિઝિટર વિઝા અને સ્ટુડન્ટ વિઝા ધારકો હવે ઓનશોર સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે કેટલાક ભારતીયો ટુરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે. બાદમાં તેઓ કોઈ કોલેજમાં એડમિશન લઈને સ્ટડી વિઝા મેળવે છે.
ઓસ્ટ્રેલિયાએ વિઝા નિયમોમાં કયા ફેરફારો કર્યા ?
નવા નિયમ મુજબ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ વધુ વિઝા ફી ચૂકવવી પડશે. આ નિયમ અમલમાં આવતા પહેલા વિઝા પ્રોસેસિંગ ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 39,546 રૂપિયા) હતી. હવે તેને વધારીને 1600 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 89,118 રૂપિયા) કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે વિદ્યાર્થીઓએ હવે પહેલા કરતા વધુ પૈસા પોતાના સેવિંગ એકાઉન્ટમાં રાખવા પડશે. ઓસ્ટ્રેલિયન વિઝા માટે ક્વોલિફાય થવા માટે તમારે 16.2 લાખ રૂપિયાની ન્યૂનતમ બચત દશર્વિવી પડશે.
વિઝા માટે માત્ર ભાષાની પરીક્ષા આઈએએલટીએસ પાસ કરવી પૂરતું નથી. સારા માર્ક્સ મેળવવા જરૂરી છે. ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે પહેલા 6.0નો સ્કોર હોવો જરૂરી હતો, હવે તે વધારીને 6.5 કરવામાં આવ્યો છે.
ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા એટલે કે ટીજીવી ની ઉંમર ઘટાડવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે તેને ઘટાડીને 35 વર્ષ કરી દેવામાં આવ્યો છે. પહેલા વય મયર્દિા 50 વર્ષની હતી.
કેટલા ભારતીય વિદ્યાર્થીઓ?
ભારતીય હાઈ કમિશન અનુસાર, જાન્યુઆરી-સપ્ટેમ્બર 2023માં કુલ 1,22,391 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા. વર્ષ 2022 માં, કુલ એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં કુલ 9,76,000 ભારતીયો રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech