યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં કાલ તા.૧૪ ફેબ્રુઆરીને બુધવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાશે. કાલથી વસંત ઋતુની શરૂઆત થતી હોય,પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાશે. શ્રીજીને મસ્તકે શ્વેત કુલેર મુકુટ તથા મોરપંખની ચંદ્રિકા સહિતનો શૃંગાર યોજાશે તેમજ આંબાનું રોપણ કરાશે.
નિજમંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરાશે. બપોરે બે વાગ્યે ઠાકોરજીને અબીલ ગુલાલના શુકન કર્યા બાદ ઉત્સવ આરતી યોજાશે. બપોરે ૨.૦૦ થી ૩.૩૦ સુધી ઉત્સવ દર્શનનો લાભ ભાવિકોને પ્રત્યક્ષ તેમજ વિવિધ ઓનલાઈનના માધ્યમથી થશે. જયારે સાંજનો ક્રમ નિત્યક્રમ અનુસાર યોજાશે.
ઋતુકાળ મુજબ આ દિવસથી વસંત ઋતુનો પ્રારંભ થતો હોય પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી હોય તેમ રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ વણજોયું મૂહર્ત એટલે વસંત પંચમી વર્ષ દરમ્યાન આવતાં મહત્વના મૂહર્તમાં વસંત પંચમીને વણજોયું મૂહર્ત ગણવામાં આવે છે. આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો, લગ્ન, વેવિશાળ, ગૃહ પ્રવેશ, વાસ્તુ, વિદ્યાનો પ્રારંભ જેવા શુભ કાર્યો કરી શકાય છે. આવા કોઈપણ શુભકાર્યો કરવા આ દિવસે પંચાંગ કે મૂહર્ત જોવાની જરૂર રહેતી નથી એમ કહેવાય છે. નઝારો જોવા મળે છે. વસંતમાં કૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે. વસંત ઋતુમાં સરળતા, સહજતા તથા નિખાલસતા છે. આથી જ ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે ઋતુઓમાં હું વસંત છું. કવિઓ પણ વસંત ઋતુને યૌવન ગણાવે છે. વસંત પંચમીના મોટી સંખ્યામાં શુભ પ્રસંગો પણ યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech