અમેરિકા અને રશિયા હવે અવકાશમાં શસ્ત્રો અને પરમાણુ શસ્ત્રોની તૈનાતીને લઈને ટકરાયા છે. રશિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા અને જાપાન દ્વારા લાવવામાં આવેલી ’આઉટર સ્પેસ ટ્રીટી’ના ડ્રાફ્ટને વીટો કરી દીધો હતો. પ્રસ્તાવમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરમાણુ શસ્ત્રોની જમાવટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સભ્ય દેશો એવા પરમાણુ શસ્ત્રો નહીં બનાવશે જે ખાસ કરીને અવકાશમાં તૈનાત કરવા માટે બનાવવામાં આવ્યા હોય.પ્રસ્તાવના સમર્થનમાં 13 મત પડ્યા હતા. ચીન મતદાનથી દૂર રહ્યું, જ્યારે રશિયાએ ઠરાવને ’રાજકીય રીતે પ્રેરિત અને મૂર્ખ’ ગણાવીને વીટો કર્યો. આને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે શબ્દયુદ્ધ વધી ગયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પ્રતિનિધિ થોમસ ગ્રીનફિલ્ડ અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને રશિયાને પૂછ્યું છે કે આ વીટો પાછળ રશિયાનો ઈરાદો શું છે.શું રશિયા અવકાશમાં પરમાણુ શસ્ત્રો જમાવશે, જો કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આનો ઇનકાર કરે છે. આ સાથે જ રશિયાએ અમેરિકાના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા છે કે, અમેરિકા અંતરિક્ષમાં તમામ પ્રકારના હથિયારોની તૈનાતી પર પ્રતિબંધ કેમ નથી લગાવવા માંગતું?
રશિયા અને ચીનનો જોરદાર વળતો પ્રહાર, અમેરિકા સહિત 7 દેશોએ કર્યો વિરોધ
વળતો પ્રહાર કરતા રશિયા અને ચીને યુએસ અને જાપાન ડ્રાફ્ટમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. 7 દેશોએ આ સુધારાની તરફેણમાં મતદાન કર્યું અને અમેરિકા સહિત 7 દેશોએ વિરોધ કર્યો. એક દેશના પ્રતીનીધી ગેરહાજર રહ્યો. આમ આ સુધારો ઘટ્યો કારણ કે તેને અપ્નાવવા માટે 9 દેશોના સમર્થનની જરૂર હતી. મતદાન પછી, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી નેબેન્ઝિયાએ સંબોધનમાં કહ્યું, અમે બાહ્ય અવકાશમાં કોઈપણ પ્રકારના શસ્ત્રો મૂકવા પર પ્રતિબંધ ઇચ્છીએ છીએ.
અમેરિકાના ઈરાદા પર ઉઠતા સવાલો
રશિયાએ અમેરિકા અને જાપાન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અમે યાદ રાખીશું કે અમેરિકા અને તેના સહયોગીઓએ થોડા સમય પહેલા બાહ્ય અવકાશમાં શસ્ત્રો તૈનાત કરવાની યોજના જાહેર કરી હતી. રશિયાએ કહ્યું કે, અમેરિકા જે આજે અંતરિક્ષમાં પરમાણુ હથિયારોની તૈનાતી પર પ્રતિબંધ લગાવવાની વાત કરે છે તે 2008થી રશિયા અને ચીનના તમામ પ્રકારના હથિયારો અવકાશમાં તૈનાત કરવાના પ્રસ્તાવમાં અવરોધો ઉભા કરી રહ્યું છે.
યુદ્ધના ગંભીર પરિણામો ભોગવવા પડશે
યુએનમાં યુએસ પ્રતિનિધિ થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે રશિયા પરમાણુ હથિયારોના અપ્રસાર સાથે સંબંધિત વૈશ્વિક સંધિઓની અવગણના કરીને તેની જવાબદારીઓથી પીછેહઠ કરી રહ્યું છે. માસ-ગ્રીનફિલ્ડે મતદાન પહેલા કહ્યું હતું કે અવકાશમાં વિસ્ફોટ વિશ્વભરના દેશો અને કંપ્નીઓ દ્વારા સંચાલિત હજારો ઉપગ્રહોનો નાશ કરી શકે છે અને મહત્વપૂર્ણ સંદેશાવ્યવહાર, વૈજ્ઞાનિક, હવામાન, કૃષિ, વ્યાપારી અને રાષ્ટ્રીય સુરક્ષા સેવાઓનો નાશ કરશે જેના પર આપણે નિર્ભર છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech