રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટનાના અઢી માસ બાદ રાજકોટ શહેરમાં મોટા રાજકીય અગ્રણીઓ, રાજયના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોટો કાર્યકમ દેશભકિતના રગં સાથે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે અને તિરંગા યાત્રાનો આરભં કરાવશે. કલેકટર તત્રં દ્રારા પાંચ દિવસના આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા સમગ્ર જિલ્લ ામાં આગામી તા.૧૦ થી ૧૪ પાંચ દિવસ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભકિત અને રાષ્ટ્ર્રભાવના વધુ ઉજાગર થાય અને આવો માહોલ બને એ માટે શહેરમાં વોર્ડથી લઈ ગામોગામ પણ આ ઉજવણીમાં સૌ કોઈ જોડાય તે માટે તત્રં તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. લોકો પોતાના ઘર પર વ્યવસાયિક સંકુલો આવા સ્થળોએ તિરંગો લહેરાવે. હર ઘર તિરંગા યાત્રા વધુ સફળ કે શાનદાર બનાવવા માટે ઔધોગીક વસાહતો, સહકારી મંડળીઓ, એયુકેશનલ ઈન્સ્ટીટયુટ, સ્કુલ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિતના અન્ય સંસ્થાઓ જોડાય તે માટે બેઠકો યોજાઈ રહી છે.
હર ઘર તિરંગા યાત્રાનો તા.૧૦ને શનિવારના રોજ રેસકોર્ષ રોડ ખાતે સરદાર વલ્લ ભભાઈ પટેલના સ્ટેચ્યુએથી આરભં થશે. દેશ ભકિતની ભાવના ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ખાસ રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેશે. આ પ્રોગ્રામમાં રાજકોટમાં ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ હાજર રહેનાર છે. જેના માટે રાજકીય રીતે ભાજપે પણ મોટી સંખ્યામાં લોકો જોડાય. જાહેર કાર્યક્રમમાં તા.૧૦ના રોજ હાજરી આપે તે માટે શહેર ભાજપના અગ્રણીઓથી લઈ કાર્યકરો સાથે બેઠકો કરી સંખ્યા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં અિકાંડ બાદ કોઈ મોટા જાહેર કાર્યક્રમ કે બે, પાંચ હજારની મેદની એકત્રીત થાય તેવો કોઈ કાર્યક્રમ સરકારી વિભાગ દ્રારા અથવા તો ભાજપ તરફે યોજાયો નથી. ૧૫મી ઓગષ્ટ્રને લઈને દેશ ભકિતના માહોલ રૂપ આ જાહેર કાર્યક્રમ હર ઘર તિરંગા યાત્રા તા.૧૦ના રોજ યોજાશે. જેમાં મુખ્યમંત્રી તેમજ ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ પણ ખાસ હાજર રહેનાર હોવાથી મોટી સંખ્યામાં લોકો જોડાય કાર્યક્રમ સફળ બને તેવા તત્રં દ્રારા તેમજ ભાજપ દ્રારા પણ પ્રયાસો થઈ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech