અમદાવાદ જિલ્લાના ધોલેરામાં આવેલ રિન્યુ પાવર કંપનીમાં બે કામદારે ઘડેલા પ્લાન બાદ વાયરના બંડલોની ચોરી કરવા આવેલા ભાવનગરના ભડભીડ ગામના શખ્સ સહિત ત્રણ શખ્સને કંપનીના સિક્યુરિટી સ્ટાફેઝડપી લઈ ધોલેરા પોલીસને હવાલે કર્યા હતા.'
ધોલેરામાં આવેલ રિન્યુ પાવર કંપનીમાં ગત તા. ૧૦-૮ના રોજ રાત્રિના ૧૧-૩૦ હતા વાગ્યા આસપાસ કિશન બુધાભાઈ કાનાણી, જયેશ ભીમજીભાઈ રાઠોડ (રહે, બન્ને સોઢી, તા.ધોલેરા) અને સુનિલ રામજીભાઈ પરમાર (રહે, ભાવનગર, મૂળ કોટડા ભડભીડ, તા.ભાવનગર) નામના શખ્સો ઈક્કો કાર લઈને આવ્યા હતા અને ચોરીના ઇરાદે કિશન કંપનીની દિવાલ ઠેકીને અંદર ઘુસવાનો પ્રયાસ કરતા ત્યાં હાજર સિક્યુરિટી સ્ટાફે ચોરીનો પ્લાન નાકામ કરી ત્રણેયને ઝડપી આ શખ્સોની પૂછપરછ કરતા કંપનીમાં કામ કરતા બે શખ્સ કિશન ભીમજીભાઈ રાઠોડ અને બાબુ આંબાભાઈ સોલંકીએ કંપનીમાંથી વાયરના બંડલો ચોરીને ગેસ યાર્ડ પાસે સંતાડીને મુક્યા હોય, જે બંડલો લેવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.
કંપનીના સિક્યુરિટી સ્ટાર્કે ઝડપાયેલા ત્રણેય શખ્સને ઈક્કો કાર સાથે ધોલેરા પોલીસને સોંપી ઝડપાયેલા ઉપરાંત કંપનીમાંથી વાયરના બંડલો ઉઠાવનાર અન્ય બે શખ્સ મળી પાંચેય સામે ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ.ની કલમ ૩૦૩ (૨), ૬૨ અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech