ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લાના ભોળાદ ગામે થઈ વિદેશી દારૂની ૨૦૧ બોટલો કિ.રૂ.૧,૫૦,૭૫૦ કુલ કિ.રૂ.૬,૭૫,૭૫૦નાં મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે કેતન ઉર્ફે કાળુ ડી.કે. ગગજીભાઇ ડાંગર રહે ભીળાદ ગામ, તા.શિહોર, જી. ભાવનગર, મિલન સોમનાથભાઇ રાઠોડ રહે શિહોર, જી.ભાવનગર તેમજ મુકેશ ઉર્ફે કાળુ મધુભાઇ મકવાણા રહે.ભાવનગર તેની સ્વીફટ કાર નં. ૠઉં-૦૪-ઇઅ-૩૬૭૦ માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે. અને તે દારૂ ભરેલ કાર લઈ શિહોર, ભોળાદ ગામે હરીનગર સોસાયટી, હરીભાઇ ડાયાભાઇ ડાંગરના તબેલામાં ગયેલ છે અને ત્રણેય દારૂ સગેવગે કરે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી કેતન ઉર્ફે કાળુ ઉર્ફે ડી.કે. ગગજીભાઇ ઉર્ફે ગગાભાઇ ડાંગર (ઉ.વ.૨૨ ધંધો પશુપાલન રહે. ભોળાદ ગામ, રામજીમંદીર પાસે, તા. શિહોર, જી.ભાવનગર), મિલન સોમનાથભાઈ રાઠોડ-નાથ બાવાજી (ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે હાલ. નારી ચોકડી, ખોડીયારનગર, ચામુંડા પાનની સામે, ભાવનગર મુળરહે શિહોર દાદાની વાવ, શાંતીનગર, જી. ભાવનગર) અને મુકેશ ઉર્ફે કાળુ મધુભાઈ મકવાણા (ઉ.વ.૩૪ ધંધો ખેતી રહે.મકવાણાની વાડી, બાસ્કેટ બોલના મેદાન પાછળ, શામળદાસ કોલેજ પાછળ, વિધ્યાનગર, ભાવનગર)ને વ્હિસ્કી ૭૫૦ ખક ફોર ની ૧૩૦બોટલ કિ.રૂ.૦૭,૫૦૦, વ્હિસ્કી ૭૫૦ ખક ની ૪૮બોટલો કિ રૂ ૩૬૦૦૦, વ્હિસ્કી ૭૫૦ ખક ની ૨૩ બોટલો કિ.રૂ.૧૭,૨૫૦, સ્વીફટ કાર નંબર ૠઉં-૦૪-ઊઅ-૩૮૭૦ કિ.રૂ. ૪, ૦૦, ૦૦૦ તેમજ ૩ મોબાઇલ ફોન કિ.રૂ.૨૫૦૦૦ મળી કુલ કિ.રૂ. ૬, ૭૫,૭૫૦નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ સિહોર પોલીસ મથકમાં ત્રણેય સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.ખાર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, બૈયપાલસિંહ ચુડાસમા, હીરેનભાઈ સોલંકી, હરેશભાઈ ઉલવા, ઇમ્તિયાઝખાન પઠાણ તેમજ ચેન્દ્રસિંહ વાળા અને અલ્ફાઝ વોરા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech