ગઇકાલે આખો દિવસ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં આકરો તાપ: સવારથી જ વાતાવરણ ગરમ
જામનગરમાં છેલ્લા 10 દિવસથી સુર્યદેવતા ધીરે-ધીરે ગરમ થતાં જાય છે, ફરીથી કાળઝાળ ગરમી શ થઇ છે અને તાપમાન 39 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. એટલું જ નહીં 40 કિ.મી.ની ઝડપે ગઇકાલે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાન 40 થી 43 ડીગ્રી રહ્યું હોય, જામનગરનું તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું હતું તેથી લોકોને રાહત થઇ હતી, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી 3 દિવસ દરમ્યાન જામનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડશે તેથી લોકોને સચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 38 ડીગ્રી, લઘુતમ તાપમાન 25.5 ડીગ્રી, હવામાં ભેજ 80 ટકા અને પવનની ગતિ 35 થી 40 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
વહિવટી તંત્ર દ્વારા હીટવેવને ઘ્યાનમાં લઇને અધિકારીઓની મીટીંગ પણ બોલાવવામાં આવી હતી અને તેમાં અધિકારીઓને પણ સુચના આપવામાં આવી હતી, બપોરના સમયમાં તડકામાં રહેતા ભિક્ષુકોને સલામત સ્થળે સેલ્ટર હોમમાં ખસેડવા સુચના આપી દેવામાં આવી છે. આજથી ચાર-ચાર દિવસ સુધી સતત હીટવેવ રહેશે અને કેટલાક સ્થળોએ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જશે ત્યારે લોકોને પણ ખુબ જ અસર થશે, જયારે-જયારે કોઇ વ્યકિતને ચકકર આવતા, ઉલ્ટી-ઉબકા જેવું થાય ત્યારે તેઓએ તાત્કાલીક અસરથી નજીકના સરકારી કે ખાનગી દવાખાનામાં જવું અને દવા લેવી તેમ પણ ડોકટરોએ જણાવ્યું છે.
હવામાન ખાતાએ ફરીથી ચૂંટણી દરમ્યાન જ હીટવેવની આગાહી કરી છે, મતદાન તા.7 મેના રોજ થનાર છે પરંતુ એ પહેલા પાંચ દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના તંત્ર વાહકોને સચેત રહેવા જામનગરના કલેકટર તથા દ્વારકાના કલેકટર સહિતના અધિકારીઓએ માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.
જામનગર સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, ગઇકાલે અમરેલીમાં 42 ડીગ્રી નોંધાઇ હતી, અમુક રાજયોમાં 41 થી 43 ડીગ્રી ગરમી હતી, હવામાન ખાતુ કહે છે કે હજુ પણ એકાદ અઠવાડીયા સુધી લુ લાગશે અને આકાશમાંથી અગનગોળા વરસશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech