ખાંભાના નવા માલકનેસ ગામે દુકાનમાં ઘુસી યુવક પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હત્પમલાનો પ્રયાસ કરી બચાવવા વચ્ચે પડેલી યુવકની બહેનને ધક્કો મારી પછાડી દીધી હતી અને બનેવીને ઢીકાપાટુનો મારમારી ઘર પાસે રહેલી કારમાં પાઇપના ઘા મારી તોડફોડ કરી એક લાખનું નુકશાન કયુ હતું. જયારે દુકાનમાં ફ્રિજ, સોડા મશીન અને બરણીઓ સહિતમાં પાઇપના ઘા મારી ત્રણ લાખનું નુકશાન કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કાર્યવાહી કરી છે. યુવકને એક વર્ષ અગાઉ પંચર કરવા બાબતે બોલાચાલી થતા તેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
ખાંભાના નવા માલકનેસ ગામે રહેતા અને જનરલ સ્ટોર્સ ધરાવતા મનોજ જયંતીભાઈ સોલંકી (ઉ.વ.૩૦)ના યુવકે ખાંભા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં દિલીપ રામકુભાઇ ચાંદુ, ગૈોતમ જગુભાઇ બોરીચા (બન્ને રહે.નવા માલકનેશ), દિપુ જગુભાઇ વ (રહે.જુના માલકનેશ)ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે મારી દુકાને બેઠો હતો ત્યારે કારમાં દિલીપ ચાંદુ, ગૈોતમ બોરીચા અને દિપુ વ આવ્યા હતા અને ત્રણેયના હાથમાં લોખંડના પાઇપ હતા અને પાઇપ મારવા માટે ઉગામતા મારી બહેન અલ્પા અને બનેવી કાંતિભાઈ બચાવવા વચ્ચે પડતા મારી બંનેને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને મારી બહેનનો ચેન તોડી નાખી બનેવીને ઢીકાપાટુનો મારમાર્યેા હતો, હત્પં ભાગીને ઉપર જતો રહેતા દિલીપ મારવા માટે પાછળ દોડો હતો પરંતુ હત્પં હાથમાં આવ્યો નહતો. આથી ત્રણેય ઉશ્કેરાઈને ઘરની બહાર પડેલી બનેવીની વર્નાકારમાં પાઇપના આડેધડ ઘા મારી તોડફોફ કરી અને પછી મારી દુકાનમાં ઘુસી ફ્રિજ, સોડાનું મશીન અને ૩૦ જેટલી બરણીઓમાં પાઇપના ઘા મારી તોડફોડ કરી નુકશાન કયુ હતું. દેકારો થતા માણસો ભેગા થઇ ગયા હતા અને જતા જતા દીપુએ ધમકી આપી હતી કે, પંચર કરવાની ના પાડે છે, અને જો પોલીસ સ્ટેશનએ ફરિયાદ કરવા જઈશ તો રસ્તામાં જ ઢોકી નાખીશું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ હત્પમલો કરવા પાછળનું કારણ એવું છે કે, આજથી એકાદ વર્ષ પહેલા દિલીપ બારૈયાનો મોટોભાઈ મોટરસાઇકલ લઈને મારી દુકાને પંચર કરાવવા માટે આવ્યો હતો અને ત્યારે તેણે તુંકારો આપી મને પંચર કરી આપવાનું કહેતા આથી મેં તેને પંચર કરી આપવાની ના પાડી તુંકારો આપ્યો હતો. ત્યારે કહેવા લાગ્યો હતો કે, અમે કાઠી દરબાર કહેવાઈએ અમને ભાઈ કહેવું પડે તને જોઈ લઈશ કરી ને ત્યાંથી ચાલ્યો ગયો હતો, એ વાતનો ખાર રાખી ફરીથી હત્પમલો કર્યેા હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMયુવકે પલંગને કારમાં ફેરવ્યો, ગાદલું અને ઓશીકું પણ મૂક્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા!
April 04, 2025 04:37 PMડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ, જાણો તેની વિશેષતા
April 04, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech