પાલીતાણાના નાનીપાણિયાળી ગામે રહેતા રાણાભાઈ ભલાભાઈ રાઠોડ (ઉ. વ. ૩૪) એ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વહેલી સવારના સવા ચારેક વાગ્યાના આસપાસ હુ તથા મારા નાનાભાઇ નિલેષભાઇ તથા મારા પત્ની સંગીતાબેન મોટર સાયકલ લઇ ઘરેથી મારી પાલીતાણા તળાજા રોડ ઉપર ખારા ડેમના બસ સ્ટેશન પાસે ડાભાળુ તરીકે ઓળખાતી વાડીએ ખેતરમા ઝારને વાઢવા માટે ગયેલ અને અમો વાડીએ પ હોચીને જોયુ તો અમારી વાડીની સામે બહાર વાડીના ઝાપા સામે એક સ્પ્લેન્ડર મોટર સાયકલ પડેલ હોય જેથી મે તથા મારા ભાઇ તથા મારા પત્નીએ અમોએ આ મોટર સાયકલ અહી કોણ લઇને આવેલ હશે તે બાબતે તપાસ કરતા અમોને પહેલા કઇ જાણવા મળેલ નહીં અને હુ મારી ઉપરોક્ત વાડીમા થોડેક આગળ જઇ આ મોટર સાયકલના માણસો બાબતે તપાસ કરતો હતો ત્યારે આ મોટર સાયકલ લઇને આવેલ ત્રણ માણસો જેના નામઠામ મને આવડતા નથી તેઓ તેની મોટ ૨ સાયકલ પાસે પહોંચી મોટર સાયકલ ચાલુ કરી જવા લાગતા ત્યા નજીક રહેલા મારા નાનાભાઇ નિલેષભાઇએ આ લોકો ને તેઓ શુ કામ અહી મોટર સાયકલ રાખેલ છે તે બાબતે પુછતા આ લોકો મારા ભાઈને ગાળો આપવા લાગેલા અને મારા ભાઇને કહેલ કે અમોને જવા દે નહીં તો તને છુટ્ટો પથ્થરનો ઘા મારશુ તેમ કહેતા મારા ભાઇ નિલેષભાઇએ મને સાદ પાડી બોલાવતા હુ તરતજ ત્યા જતા આ એક સ્પ્લેન્ડ મોટર સાયકલ ત્રણ સવારીમા રહેલ અજાણ્યા માણસો મોટર સાયક લ લઇ પાલીતાણા તરફ જતા રહેતા હુ તેઓની પાછળ મોટર સાયકલ લઇ જતા પાલીતાણા તળાજા રોડ ઉપર સોનપરી ગામ અને વિરાયત હોસ્પિટલ વચ્ચે આવેલ આંબા વાડી પાસે પહોચતા હુ આ લોકોને આંબી ગયેલ જેથી આ એક મોટર સાયકલમા ત્રણ સવારીમા રહેલ અજાણ્યા પુરૂષ માણસોએ તેની મોટર સાયકલ રોડની સાઇડમા ઉભી રાખી મને ગાળો આપવા લાગેલ અને એમાથી એક શખ્સે રોડની સાઇડમાથી પથ્થરો લઇ એક છુટા પથ્થરનો ઘા મને મારતા મ ને ડાબા પડખાના કમરના ભાગે વાગતા મુંઢ ઇજાઓ થયેલ અને બીજો છુટા પથ્થરનો ઘા મારતા ડાબા પડખાના ભાગે વાગતા મુંઢ ઇજાઓ થયેલ અને ત્રીજો છુટા પથ્થરનો ઘા મારતા મને જમણા ગાલના ભાગે વાગતા મને લોહી નીકળવા લાગતા અને મને ચક્કર આવતા અર્ધ બે-ભાન હાલતમા થઇ ગયેલ. ત્યારબાદ મને મારા કાકા અશોકભાઈ મનજીભાઈ રાઠોડ તથા નીખીલભાઇ ધીરુભાઇ રાઠોડ પાલીતાણાની સદવિચાર હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડ્યો હતો. આ અંગે પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech