પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધો રાખવા સબબ ગોંડલના કાલંભડી ગામની સીમમાં સરખડી ગામના જય વેગડવા ઉપર લાકડી અને પ્લાસ્ટિકની દોરીથી હત્પમલો કરી હત્યાના કેસમાં ગોંડલ અદાલતે ત્રણ આરોપીઓને ૩૦૪ના ગુનામાં તકસીરવાર ઠરાવી સાત સાત વર્ષની સજા નો હત્પકમ કર્યેા છે.
ગુનાની હકીકત એવી છે કે તા. ૦૩–૦૭–૨૦૧૯ના રોજ ફરીયાદી દિલીપભાઈ કાળુભાઈ વેગડવા તથા તેના કાકાનો દિકરો જય રાત્રે વાડીએ સરખડી મુકામે હાજર હતા. આ સમયે જયને લેડીઝ તરીકે ઓળખ આપી આરોપીઓ દ્રારા ફોન કરવામાં આવેલ, જેથી દીલીપભાઈ તથા તેના કાકાનો દીકરો જય કિશોરભાઈ વેગડવા બન્ને જણા મોટરસાઈકલમાં બેસી કાલંભડી ગામે ગયા હતા, અને કાલંભડી ગામે પહોંચતા વિશાલ રમેશભાઈ વરાણ, નરવીન સોમાભાઈ વરાણ તથા ગજેન્દ્ર ઉર્ફે જીણો ઘુસાભાઈ વરાણે ત્રણેય આરોપીઓએ કેબલ, લાકડી, પ્લાસ્ટિક દોરડા વડે હત્પમલો કરતા ગંભીર ઈજાજ થવાથી જય કિશોરભાઈ વેગડવાનું મૃત્યુ થયું હતું, આ અંગેની ફરિયાદમાં આરોપીઓની પિતરાઈ બહેન દર્શનાને ગુજરનાર જય સાથે પ્રેમ સંબધં હોય અને ગુજરનાર જયને દર્શનાને મળવા માટે બોલાવી કૃત્ય આચાર્યુ હોવાનું જણાવ્યું હતું. ત્રણેય આરોપી સામે આઈપીસી કલમ–૩૦૨ વિગેરેની ફરીયાદી આપેલ અને ત્યારબાદ આરોપીઓ સામે ચાર્જશીટ થયેલ અને ગોંડલની સેશન્સ કોર્ટમાં કેસ ચાલેલ ફરીયાદીની જુબાની તથા સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયાએ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા તથા ડોકટરની જુબાની તથા અન્ય સાહેદોની જુબાની ધ્યાને લઈ ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ એવું અનુમાન કરેલ કે આરોપીઓએ મારી નાખવાના ઇરાદે ગુજરનાર જય ઉપર માર મારેલ હોય તેવું માની શકાય નહીં જેથી આઈપીસી કલમ–૩૦૨ મુજબનો ગુન્હો બનતો ન હોય અને આઈપીસી કલમ–૩૦૪નો સાપરાધ મનુષ્યવધનો ગુન્હો બનતો હોય જેથી આરોપીઓને આઈપીસી કલમ–૩૦૪ના ગુન્હામા ૭ (સાત) વર્ષની સજા ફટકારી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech