વિંછીયા તાલુકાના ગોરૈયા ગામે કન્યાની સગાઈ માટે આવેલા મહેમાનો સમક્ષ યુવતી વિશે ઘસાતું બોલી સગાઈમાં વિક્ષેપ પાડી રહેલા યુવાનને ઠપકો આપવા ગયેલા કન્યાના કાકા ઉપર સામૂહિક જીવલેણ હત્પમલો કરવાના કેસમાં બોલચાલીનો ખાર રાખી પ્રૌઢ સહિત બે ઉપર કરેલા હત્પમલાનો કેસ ચાલી જતા અદાલતે ત્રણ શખ્સોને સાત સાત વર્ષની સજા અને દડં ફટકારતો હત્પકમ કર્યેા છે. યારે એકને શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, વીંછિયા તાલુકાના ગોરૈયા ગામે રહેતા ગંભીર ઇજાગ્રસ્ત અલ્પેશભાઈ ધીભાઈ ભરાડિયાએ રાજકોટ સરકારી હોસ્પિટલના બિછાનેથી લખાવેલી ફરિયાદમાં હરજી વાલજી સાસુકિયા , મમકુ ગોરધન સાસુકિયા અને અભુ ગોરધન સાસુકિયા સહિત ત્રણે હથિયાર વડે હત્પમલો કર્યા અંગે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાની કોશિશની કલમ હેઠળ ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં અલ્પેશભાઈ ભરાડીયાના કાકા હકુભાઈની પુત્રીનો છાસિયાથી મહેમાનો સંબધં જોવા માટે આવેલા હતા. ત્યારે પાડોશમાં રહેતો પરેશ મહેમાનોની પાછળ જઇ 'મારે યુવતી સાથે પ્રેમ છે અને સંબધં ન કરતા' તેમ કહેલું હોય તે બાબતે મારા મોટા બાપુ કરમશીભાઈ પરેશના ઘરે ઠપકો આપવા જતાં હતા ત્યારે હરજી સાસુકિયા, મમુકુ ગોરધન સાસુકિયા, અભુ ગોરધન સાસુકિયા અને પરેશ બાબુભાઈ સાસુકિયાએ ધારિયા અને લાકડી વડે અલ્પેશભાઈ ભરાડીયા અને વનરાજ ભાઈ ઉપર હત્પમલો કર્યેા હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા, જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ પરાગ એન.શાહે હાજર રહી ૨૨ દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને ૧૮ સાક્ષીઓને તપાસેલા હતા. સદરહત્પ કેસમાં ફરીયાદ પક્ષનો પુરાવા પુરો થતા કલોઝિંગ આપવામાં આવી હતી. સદરહત્પ કેસમાં સરકારી વકીલે એ દલીલો કરેલી કે, ફરીયાદી અલ્પેશભાઈ અને વનરાજભાઈ બન્ને ઈજા પામનાર અને આઈ વિટનેસ છે.
તેઓએ ફરીયાદ પક્ષના કેસને સંપુર્ણ સમર્થન આપેલું છે. વધુમાં મેડિકલ ઓફીસરે પણ જુબાનીમાં ફરિયાદી અને ઈજા પામનાર ઉપર હથિયારોથી હત્પમલો થયેલાનું ફલીત થાય છે. આમ આરોપીઓ વિધ્ધનો કેસ વધુ મજબુત થાય છે. તેમજ સરકારી વકીલોની દલીલો, મેડિકલ પેપર્સ, આરોપીઓની વર્તણુક, સાઈન્ટીફીક પુરાવાઓ, વડી અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ રાજકોટ સેશન્સ કોર્ટ દ્રારા ત્રણ આરોપીઓને સાત–સાત વર્ષની સજા અને દરેકને ા. ૫૦ હજારનો દડં ફરમાવેલ છે, એક આરોપી પરેશ અભુભાઈ સાસુકીયાને શંકાનો લાભ આપ્યો છે. ફરીયાદીને ા.૫૦ હજાર તથા ઈજા પામનાર વનરાજભાઈને ા. ૧ લાખ વળતર ચુકવવા પણ હત્પકમ કરેલ છે.
આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ અને અતુલ એચ.જોષી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech