ઉનામાં કન્સ્ટ્રકશનની ઓફીસ ધરાવતા લુહાણા યુવાનનું કારમાં અપહરણ કરી હથિયારો વતી માર મારી ગંભીર ઈજાઓ કરનાર ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડી બે આરોપીની બે દિવસની રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.ઉના શહેરમાં ગીર ગઢડા રોડ ઉપર કલાપી કોમલેક્ષમાં કન્સ્ટ્રકશનની ઓફીસ ધરાવતા અને શ્રીજી પાર્ક–૨માં રહેતા લોહાણા યુવાન જીગર ભાઈ ચત્રભુજ ભાઈ લાખણીનું તા.૧૮ના ઉનાના મહેશ ભગવાન ભાઈ બાંભણિયા, તેજસ ધીરૂભાઈ યાદવ, સકલેન ઉફેઁ ભૂરો ઇકબાલ ભાઈ ચોરવાડા, શૈલેષ ઉફેઁ શામજી ઉફેઁ ટાઇગર વાઘાભાઈ ચુડાસમા રે. તમામ ઉના વાળા સ્ક્રોપિયો મોટર કારમા અપહરણ કરી ગીર ગઢડા રોડ ઉપર પેટ્રોલ પંપની આગળ કાચા રોડ ઉપર અંદર આવેલ એક ખંઢેર મકાનમા લઈ જઈ ભૂંડી ગાળો બોલી, લોખડં નો પાઇપ અને લાકડાના ધોકા વતી આડે ધડ માર મારી ચાર કલાકમા ઉના મૂકી જતો રહેજે નહિતર જાનથી મારી નાખીશુંની ધમકી આપી બન્ને હાથ માં ફેકચર કરીનાસી ગયાની ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫ (૨),૧૧૭ (૨),૩૫૨, ૩૫૧(૨), ૩૫૧ (૩),૧૧૮ (૨) ,૧૪૦ (૪), ૫૪ જી.પી. એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ઉના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન રાણા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.પી.જી. જોશી એ તપાસ કરી આ ગુનાના આરોપી તેજસ ધી યાદવ, સકલેન ઉફેઁ ભૂરો ઇકબાલ ચોરવાડા, શૈલેષ ઉફેઁ શામજી ઉફેઁ ટાઇગર વાઘા ભાઈ પરમાર ની ધરપકડ કરી હતી. અને આરોપી તેજસ અને સકલેન ની કોર્ટ માંથી એક દિવસ ની રિમાન્ડ મેળવી પૂછ પરછ કરી રહ્યા છે. જયારે મહેશ ભગવાન ભાઈ બાંભણિયા રે. ઉનાને પકડવાનો બાકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા રામમંદિરમાં ભગવાન રામલલ્લાને સૂર્યતિલક કરાયું, મહાઆરતીનાં કરો અલૌકિક દર્શન
April 06, 2025 04:57 PMઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ : 20 બેડનો વોર્ડ ઉભો કરાયો
April 06, 2025 04:54 PMકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાઇક્લોફનનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો
April 06, 2025 04:53 PMજામકંડોરણાના હરિયાસણ ગામે 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી
April 06, 2025 04:51 PMઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech