ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારી માટે સાઉથ આફ્રિકા જઈને સ્થાયી થયા હતા. આ ત્રણેય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે તેમની કારની ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં કારમાં એકાએક આગી ફાટી નીકળતા ભરૂચના ત્રણેય યુવાનો ભડથું થઈ જતા તમામના મોત નીપજ્યા હતા.
કામે જતા હતા ત્યારે જ અકસ્માત થયો
પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાતના ભરૂચના ત્રાલસા કોઠી ગામના શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ નામના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં નોકરી શરૂ કરીને સ્થાયી થયા હતા. ભરૂચના ત્રણેય યુવાનો સહિત અન્ય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે તેની કારનો ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો.
પરિવારમાં શોકનો માહોલ
અકસ્માતની આ ઘટનામાં કારમાં આગ લાગવાથી ભરૂચના ત્રણેય યુવાનો ભડથું થતા મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સાઉથ આફ્રિકામાં અકસ્માતની ઘટનામાં ભરૂચના યુવકોના મોતના સમાચાર સાંભળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં લેવાશે બે વાર, ડ્રાફ્ટને મંજૂરી
February 25, 2025 11:43 PMઅમરેલી લેટરકાંડ: પોલીસ વડાના આકરા પગલાં, 8 PI અને 7 PSIની બદલી
February 25, 2025 11:30 PMરાજકોટ-અમદાવાદ હાઈવે પર કાળો કેર: ટ્રક-રિક્ષાની ભયાનક ટક્કરમાં 6ના મોત
February 25, 2025 11:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech