ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા જેસાભાઈ ભીમાભાઈ કોડિયાતર નામના 22 વર્ષના માલધારી યુવાનનો નાનોભાઈ એક પરિવારની યુવતીને ભગાડીને લઈ ગયો હોય, જે બાબતનું મન દુ:ખ રાખીને ફરિયાદી જેસાભાઈ દૂધ લઈને વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આરોપી ટીડા અરજણ ચાવડા (રહે. ટિંબડી) અને સાથે આવેલા એક અજાણ્યા શખ્સે તેને અટકાવીને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ આરોપી ટીડાભાઈએ તેની પાસે રહેલી લાકડી વડે હુમલાનો પ્રયાસ કરી, અને અમારી દીકરી જ્યાં હોય ત્યાંથી શોધીને પરત સોંપી દેજે. નહિતર જાનથી મારી નાખીશ- તેવી ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં એક અજાણ્યા સહિત બંને શખ્સો સામે ધોરણસર ગુનો નોંધાયો છે.
પર સ્ત્રીને મેસેજ કરવાના પ્રકરણમાં ચાર શખ્સો દ્વારા હુમલો
ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા બાબુભાઈ આલાભાઈ ખાવડુ નામના 57 વર્ષના પ્રૌઢ તેમજ સાહેદ અશ્વિનભાઈ ખાવડુ ઉપર લાકડી તથા લોખંડની પાવડી વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ કારાભાઈ બલવા, મયુર બલવા, રણજી બલવા અને મુકેશ બલવા નામના ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી પરિવારનો એક યુવાન આરોપી પરિવારની પત્નીને ફોન અને મેસેજ કરતો હોય, જે બાબતે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
દ્વારકામાં બે જુગારીઓ ઝબ્બે
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં આવેલા એક મંદિર પાસેથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા સાજણભા ગગુભા માણેક અને તેજાભા સાજાભા સુમણીયા નામના બે શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,300 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech