લોકસભાની ચૂંટણીને લઈને આવતી કાલે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે આ પહેલા અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભયર્િ ઈ-મેઈલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી છે અને શાળાઓમાં તપાસની કામગીરી હાથ ધરી છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ છે. જેમાં કેટલીક શાળાના નામ સામે આવ્યા છે જે ઘાટલોડિયાની અમૃત નિકેતન, અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને વસ્ત્રાપુરની એશિયા સ્કુલ અને થલતેજની આનંદને ધમકી મળી છે.આ સિવાય અન્ય પણ ઘણી શાળાઓ છે કે જેમને ધમકી ભયર્િ મેઈલ આવ્યા છે આ શાળાઓને ધમકી મળતા પોલીસતંત્ર કામે લાગ્યું છે. વડાપ્રધાન મોદી આજે રાત્રે જ અમદાવાદ આવી જવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
આવતીકાલે લોકસભાની ચૂંટણીનું કાલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાન માટે અમદાવાદની અનેક શાળામાં વોટિંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે હવે મતદાન પહેલા શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી આનંદ નિકેતન, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગમાં આવેલી શાળા ઉપરાંત અમદાવાદની ચારથી પાંચ સ્કૂલોને ઇમેલ મળ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રશિયન ડોમેઇન કે રશિયન હેન્ડલર તરફથી આ પ્રકારનો ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે. નોંધનીય છે કે, હાલમાં જ દિલ્હી-એનસીઆરની 200થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. ધમકીભયર્િ ઇમેલ રશિયાના વીપીએનથી મોકલાયા હતા. દિલ્હી એનસીઆરમાં અંદાજે 80 થી વધુ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ તપાસ કરી હતી.
રશિયન સર્વર માંથી ધમકી આવી હોવાનું અનુમાન
આ ધમકી રશિયન સર્વર માંથી આવી હોવાનું અનુમાન છે. આવતીકાલે પીએમ મોદી પણ અમદાવાદની શાળામાં મતદાન કરવાના છે ત્યારે તે પહેલા શાળાઓને ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન
April 08, 2025 04:29 PMજો રોજ રાત્રે મીઠું(ગળ્યું) કે નમકીન ખાવાની ઈચ્છા થતી હોય તો ચેતજો...
April 08, 2025 04:14 PMએક માણસે ૧૮૮ કરોડ રૂપિયાની લોટરી જીતતા તરત જ મિત્રને કર્યો ફોન, જાણો શું કહ્યું
April 08, 2025 03:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech