વધારે વજન માત્ર દેખાવ જ નહી પરંતુ તે ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે. વજન વધવાથી સ્થૂળતા આવે છે, જેનાથી ડાયાબિટીસ, કેન્સર, થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રકારના ડાયટ અપનાવે છે. જોકે, ઘણા લોકોને તેનો લાભ મળતો નથી. તો ફળો રામબાણ સાબિત થઈ શકે છે. આ ફળો ફેટ બર્નરની જેમ કામ કરે છે અને દરરોજ તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે.
આ ફળો ચરબીને ઓછી કરે છે
એપલ
સફરજનમાં ઓછી કેલરી અને વધુ ફાઈબર હોય છે. સફરજનમાં 5.4 ગ્રામ ફાઈબર હોય છે. ઘણા પોષક તત્વો આ ફળમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણી બીમારીઓથી દૂર રાખે છે.
કિવિ
કિવીમાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ કીવી ખાવાથી બીપી ઘટે છે અને કમરની સાઇઝ પણ ઓછી થાય છે. આ ફળને દરરોજ તમારા આહારમાં સામેલ કરીને તમે સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
બેરી
બેરી એક એવું ફળ છે, જેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. આ ખાવાથી કોલેસ્ટ્રોલ, બીપી અને સોજો ઓછો થાય છે. જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય તો તેને કંટ્રોલ કરવા માટે તે બેરી ખાઈ શકે છે.
તરબૂચ
જો વજન ઓછું કરવું હોય તો તમે તરબૂચ ખાઈ શકો છો. તરબૂચમાં ઓછી કેલરી અને વધુ પાણી જોવા મળે છે. આ સિવાય આ ફળમાં પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે ચરબીને ઓછી કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech