ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ભારત તરફથી મનુ ભાકર, સ્વપ્નિલ કુસલે અને સરબજોત સિંહે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું છે. અત્યારે પણ ઘણા ભારતીય ખેલાડીઓ મેડલની રેસમાં છે. આ ખેલાડીઓ પર ઈનામોનો વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે ઉદ્યોગપતિ અને JSW ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલે મેડલ વિજેતાઓને તદ્દન નવી લક્ઝરી કાર ભેટમાં આપવાનું વચન આપ્યું છે.
સજ્જન જિંદાલે પોસ્ટમાં જાહેરાત કરી છે કે તેઓ 2024 પેરિસ ઓલિમ્પિકમાં દરેક ભારતીય મેડલ વિજેતાને MG વિન્ડસર કાર ભેટમાં આપશે. વધુમાં તેણે કહ્યું છે કે રમતવીરો તેમના સમર્પણ અને સફળતા માટે શ્રેષ્ઠ પુરસ્કારના હકદાર છે. મોરિસ ગેરેજ ઇન્ડિયાએ JSW ગ્રુપ સાથે મળીને ભારતમાં તેની નવી CUV MG વિન્ડસર કાર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ સજ્જન જિંદાલે આ નિર્ણય લીધો છે. સજ્જન જિંદાલે તેની એક્સ-પોસ્ટ પર લખ્યું છે કે, "એ જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે કે ટીમ ઈન્ડિયાના દરેક ઓલિમ્પિક મેડલ વિજેતાને JSW MG India તરફથી કાર MG વિન્ડસર કાર ભેટમાં આપવામાં આવશે.
યુ.કે.માં 1924 માં સ્થપાયેલ MG આધારિત કંપનીએ કહ્યું છે કે આ કાર વિન્ડસર કેસલ એટલે કે બ્રિટનના શાહી મહેલના વાસ્તુકલાથી પ્રેરિત છે. જિંદાલની પોસ્ટને 64,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો તેના આ પગલાના વખાણ પણ કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ વર્ષે ટીમ ઈન્ડિયાની ઓલિમ્પિક કીટ JSW ગ્રુપ દ્વારા જ ડિઝાઈન કરવામાં આવી છે. કંપનીની વેબસાઈટ અનુસાર આ કિટ ભારતની વિવિધતાને તેના હૃદય અને આત્માથી રજૂ કરે છે. તેને અદ્યતન સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech