ઓખાપંથકનાં યુવા અગ્રણી જય બારાઇએ પણ સમિટમાં ભાગ લીધો
તાજેતરમાં દુબઇમાં લોહાણા સમાજનાં યુવા એન્ટરપ્રેન્યોર માટે અને સમાજની નવી પેઢીને વિકાસનાં પંથે લઇ જવાનાં હેતુથી *જીસીસી કોલિંગ ૨૦૨૫* નામથી લોહાણા મહાજનની ત્રીજી આંતરરાષ્ટ્રીય સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ઓખા લોહાણા મહાજનના પ્રમુખ મોહનભાઇ બારાઇનાં પુત્ર જય બારાઇએ પણ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં દુબઇનાં શેખ અને મિનિસ્ટર ઉપરાંત મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અભિનેત્રી અમૃતા ફડણવીસ પણ અતિથી થયા હતાં. ઉલ્લેખનીય છે કે આ લોહાણા સમાજની સૌપ્રથમ સમિટ યુગાન્ડામાં યોજાઇ હતી એ પછી ગાંધીનગરમાં આયોજન થયુ હતુ અને ત્રીજી સમિટ દુબઇમાં ભવ્યતાથી યોજાઇ હતી.
કાર્યક્રમમાં બિઝનેસ ક્ષેત્રે દુબઇ અને મિડલ ઈસ્ટમાં રહેલ તકોને ઉજાગર કરવાની સાથે જ ભારતમાં તથા વિશ્વભરમાં લોહાણા સમાજનાં યુવા ધનને સફળતનાં પંથે લઇ જવાનાં લક્ષ્યને સાધવા સંયુક્ત પ્રયાસોનો સંકલ્પ થયો હતો.
આ કાર્યક્રમમાં ઓખા પંથકનાં યુવા રઘુવંશી અગ્રણી જય મોહનભાઇ બારાઇએ પણ ભાગ લીધો હતો અને પોતાનાં મંતવ્યો રજૂ કરી સમાજની પ્રગતિનાં યજ્ઞમાં નિષ્ઠાવાન આહુતિ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application2024-25માં ભારતે 24.14 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી
May 19, 2025 02:54 PMબાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ
May 19, 2025 02:53 PMચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech