કોઈ તમને પૂછે કે શું તમે કયારેય સાંભળ્યું છે કે ચોરોને નોકરી આપવામાં આવે છે? તેમને માસિક પગાર ચૂકવાય છે? તો તમે જ ના પાડશો. પરંતુ આવો જ એક કિસ્સો ઓડિશામાં સામે આવ્યો છે. ઓડિશા પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યેા છે. અને આ મામલે એક ગેંગના ૮ આરોપીઓની ધરપકડ કરી છે. આ એક આંતરરાય સંગઠન હતું, જે દેશના વિવિધ રાયોમાં સક્રિય હતું. આ ટોળકી મોબાઈલ ફોન ચોરી કરવાની સાથે ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેતી હતી. ભુવનેશ્વરના પોલીસ કમિશનર પ્રતીક સિંહે કહ્યું કે આ ટોળકી ખૂબ જ પ્રોફેશનલ રીતે ચોરી કરતી હતી. તેને પહાડી ગેંગના નામે ઓળખવામાં આવતી હતી. આ લોકોએ પ્રોફેશનલ ચોરોને કામે રાખ્યા અને તેમને પોતાના કર્મચારી બનાવ્યા. જેમને કામના આધારે ૧૦ હજારથી લઈને ૧૫ હજાર પિયા સુધીનો પગાર આપવામાં આવતો હતો.
સૌપ્રથમ તો આ ટોળકી તેના સભ્યો દ્રારા જાહેર સ્થળોએ કૃત્રિમ ભીડ ઊભી કરતી હતી, જેથી તેઓ યાં ઘટનાને અંજામ આપવાનો હોય તે વિસ્તાર જાણે કે ખૂબ જ ભીડભાડવાળી જગ્યા હોય તેવું દેખાડતા હતા. લોકોને આ ભીડ પર શંકા પણ થતી ન હતી. ત્યારપછી તેમના પ્રોફેશનલ ચોર ભીડમાં ભળી જતા અને ધીમે ધીમે લોકોના ખિસ્સા અને પર્સમાંથી ફોન કાઢી લેતા. તમામ ચોર ચોરીના મોબાઈલ તેમના ચીફને આપી દેતા હતા. ગેંગનો લીડર અન્ય સભ્યો દ્રારા મોબાઈલમાં સિમ કાર્ડનો ઉપયોગ કરીને પીડિતના ખાતામાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી લેતો હતો.
સિંહે વધુમાં કહ્યું કે સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો યારે પીડિતોમાંથી એક કેપિટલ પોલીસ સ્ટેશન પહોંચ્યો. અહીં પીડિતે મોબાઈલની ચોરી અને ખાતામાંથી પૈસા ઉપાડવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે કોઈએ ઓનલાઈન છેતરપિંડી કરીને તેના ખાતામાંથી ૧૪ લાખ પિયા ઉપાડી લીધા હતા. આ ફરિયાદ બાદ પોલીસ વિભાગ સતર્ક બની ગયું હતું. આ મામલો અમારા ધ્યાનમાં આવતાં જ અમે ગેંગ અને તેની સાથે સંકળાયેલા સભ્યો પર નજર રાખવાનું શકયુ.
ભુવનેશ્વરના કમિશનરનું કહેવું છે કે ગેંગનો પર્દાફાશ કરવો એ સૌથી પડકારજનક કામ હતું. ગેંગના સભ્યો હંમેશા તેમની જગ્યાઓ બદલતા હતા. આ ગેંગ ભારતના અનેક રાયોમાં સક્રિય હતી. એકલા ભુવનેશ્વરમાં નવ કેસ નોંધાયા હતા. આ ટોળકીને પકડવા પોલીસ વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. આખરે અમે ટોળકી સુધી પહોંચ્યા અને તેમની પાસેથી ૨૨ મોબાઈલ ફોન, ૨૫ સિમ કાર્ડ, ૨૦ મેમરી ચિપ્સ અને ૧.૩ લાખ પિયા રોકડા જ કર્યા. તપાસ દરમિયાન ૨૦ લાખ પિયાના ગેરકાયદેસર વ્યવહારો પણ બહાર આવ્યા હતા. હાલમાં આ ગેંગના આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય સભ્યોની શોધખોળ ચાલુ છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech