રેલનગરમાં આવેલી સાંઇબાબા સોસાયટીમાં મકાનમાંથી કલાકોમાંથી .૩.૫૩ લખાની ચોરીના બનાવનો ભેદ પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી ભાવનગરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી .૧.૭૬ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.આ શખસે તેના અન્ય એક સાથીદાર સાથે મળી આ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.ચોરી કર્યા બાદ બંને આરોપી સુરત મોજશોખ કરવા પહોંચી ગયા હતાં.પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રેલનગર અંડરબ્રિજ પાસે સાંઈબાબા સોસાયટીમાં રહેતા દિપકભાઈ નારણભાઈ ચાવડા (ઉ.વ. ૫૪) અને તેના ભાઈ પરેશભાઈના મકાનમાંથી ા. ૩.૫૩ લાખની ચોરીનો બનાવ બન્યો હતો.
ચોરીના આ બનાવને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાટ, એ.એસ.આઈ. ચેતન ચાવડા તથા ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન હેડ કોન્સ.ધર્મેશભાઇ ડાંગર,કોન્સ. યુવરાજસિંહ જાડેજા,ઇમરાન ચુડાસમા,તુલસીભાઇ ચુડાસમાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં રેલનગર અંડર બ્રિજ પાસેથી આરોપી આદિલ ઉર્ફે તપેલી ઉર્ફે સુલતાન મહેબુબભાઈ મલેક (ઉ.વ.૨૧ રહે. મુળ કુંભારવાડા, મોતી તળાવ, એકતાનગર, મ.પરા, ભાવનગર) ઝડપી લીધો હતો. છે.પોલીસે તેની પાસેથી અલગ–અલગ દાગીના મળી કુલ ા.૧.૭૬ લાખનો મુદામાલ કબ્જે કર્યેા છે.
પોલીસે જણાવ્યુ હતું કે આદિલે તેના મિત્ર સાહિલ હનીફભાઈ કળદોરીયા(ઉ.વ. ૨૨ રહે. ૫૦ વારીયા, ઘોઘા રોડ,ભાવનગર) સાથે મળી ચોરી કર્યાની કેફિયત આપી છે.બંને આરોપી રાત્રીના સમયે રાજકોટ અને ભાવનગરમાં બધં મકાનના તાળા તોડી ચોરી કરતા હતા અને બાદમાં ભાવનગર ભાગી જતા હતા.રેલનગરમાં ચોરીના આ બનાવને અંજામ આપ્યા બાદ બંને આરોપી સુરત મોજશોખ કરવા પહોંચી ગયા હતાં.પોલીસે હાલ ફરાર આરોપી સાહિલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પકડાયેલો આરોપી આદીલ અગાઉ ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ચોરી સહિત ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની બજારમાં માટીના ફિલ્ટર માટલા આકર્ષણનું કેન્દ્ર
April 05, 2025 02:06 PMજામનગરના સુવરડા ગામે પ્લેન ક્રેશમાં શહીદ પાઇલોટને અપાઈ શ્રધાંજલિ
April 05, 2025 02:01 PMજોડીયાના જીરાગઢ ગામ પાસે ચાર યુવકો પાણીમાં ડૂબ્યા, બે ના મોત
April 05, 2025 01:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech