જામનગર માં સુભાષ બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનો કિંમતી મોબાઈલ ફોન ચોરાયો હતો, જે મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરને એલસીબીની ટીમે ઝડપી લીધો છે.
જામનગરમાં મંગલબાગ શેરી નંબર-૧માં રહેતો કરણ હિતેશભાઈ પરસોડા નામનો યુવાન સુભાષ બ્રિજ પર એક ખાનગી લક્ઝરી બસમાંથી પસાર થઈ રહ્યો હતો જેનો રૂપિયા ૫૬,૯૯૯ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો. જે મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને સફળતા સાંપડી છે.
એલસીબીના કલ્પેશભાઇ, ધનાભાઇ અને ક્રિપાલસિંહને મોબાઇલ ચોરી કરનાર અંગે બાતમી મળી હતી જેના આધારે સુભાષ બ્રિજ પાસેથી ફુગ્ગા વેચતા સુરેશ ભવરલાલ વગરીયા ( ઉ.વ.૨૧) રહે. તળાવની પાળ જામનગર, મૂળ રાજસ્થાન ને રૂપિયા ૫૬,૯૯૯ ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech