સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે શિયાળુ સત્ર સોમવાર ૨૫ નવેમ્બરથી શ થયું છે. જો કે હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી ૨૭ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ૨૦ ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં વકફ (સુધારા) બિલ સહિત ૧૬ બિલોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ સત્રમાં કેન્દ્ર સરકાર ઘણા મહત્વના બિલો પાસ કરાવવાનો પણ પ્રયાસ કરશે. શિયાળુ સત્રની શઆત પહેલા રવિવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેમાં વિપક્ષી પક્ષે મણિપુર હિંસા અને પ્રદૂષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી.
દરમિયાન કુલ ૧૬ બિલ રજૂ કરવામાં આવનાર છે. તેમાંથી ૧૧ બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. યારે ૫ કાયદા બનવા માટે મંજૂરી માટે મૂકવામાં આવશે. વન નેશન વન ઇલેકશન માટે પ્રસ્તાવિત બિલનો સમૂહ હજુ સુધી સૂચિનો ભાગ નથી, જોકે કેટલાક અહેવાલો કહે છે કે સરકાર તેને સત્રમાં લાવી શકે છે. જયારે રાયસભાના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા દ્રારા પસાર કરાયેલ એક વધારાનું બિલ, ભારતીય એરક્રાટ બિલ, રાયસભામાં મંજૂરી માટે પેન્ડિંગ છે.
રાયસભામાં વિપક્ષના હોબાળાને કારણે અધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી હતી. આજે પણ સંસદમાં અદાણી અને વકફ સુધારા બિલના પડઘા સંભળાય તેવી શકયતા છે. અદાણી ગ્રુપને લઈને સમયાંતરે સરકાર પર નિશાન સાધતા વિપક્ષે લાંચકાંડ પ્રકાશમાં આવ્યા બાદ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. વિરોધ પક્ષ ઈન્ડિયા બ્લોક અદાણી કેસ પર ચર્ચા કરવા પર અડગ છે. બીજી તરફ વિપક્ષના વિરોધને અવગણીને સરકારે આ સત્રમાં જ વકફ સુધારા બિલ રજૂ કરવાનો સંકેત આપ્યો છે. વકફ સુધારા વિધેયક પરની સંયુકત સમિતિ ૨૯ નવેમ્બરે સંસદમાં તેનો અહેવાલ રજૂ કરે તેવી શકયતા છે, પરંતુ જો તે ચોમાસુ સત્રમાં આપવામાં આવેલી સમયમર્યાદાનું પાલન કરે તો જ. જેપીસીએ સત્રના પ્રથમ સાહના અંતિમ દિવસે તેનો અહેવાલ સુપરત કરવાનો રહેશે. જો કે, વિપક્ષી સભ્યોએ પેનલને તેનો અહેવાલ રજૂ કરવા માટે સમય વધારવાની માંગ કરી છે. આ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુનું કહેવું છે કે જેપીસીનો કાર્યકાળ વધારવાની જોગવાઈ છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ ચર્ચા થઈ નથી. આ અંગે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં ચર્ચા થવી જોઈએ. જેપીસીએ ૨૨ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૨૫ બેઠકો યોજી છે. આમાં, ૧૨૩ હિતધારકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા છે, જેમાં ૬ મંત્રાલયો, ૮ વકફ બોર્ડ અને ૪ લઘુમતી આયોગનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુનેગારોને ડામવા ગૃહ રાજ્યમંત્રીનો આદેશ: અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ
March 17, 2025 10:44 PMઔરંગઝેબની કબરનો વિવાદ વકર્યો: નાગપુરમાં હિંસા, પથ્થરમારો, DCP સહિત અનેક ઘાયલ
March 17, 2025 10:16 PMહીરાસર એરપોર્ટ પર પાણીની બૂમરાણ, મુસાફરો પીવાના પાણી માટે મારે છે વલખાં
March 17, 2025 08:03 PMભારતના નિકાસમાં સતત ચોથા મહિને ઘટાડો, ફેબ્રુઆરીમાં 36.91 અબજ ડોલરની નિકાસ
March 17, 2025 07:41 PMઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech