આગામી ઉનાળો વધુ આર્રો રહેવાના એંધાણ અત્યારથી જ મળી રહ્યા છે. ગરમીનો પારો તો વધી જ રહ્યો છે, સાથે દેશભરમાં વીજળીની તીવ્ર અછત સર્જાશે તેવી દેશના ટોચના ગ્રીડ ઓપરેટરે ગંભીર ચેતવણી જારી કરતા ચિંતા જનક સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ છે. ગ્રીડ ઓપરેટર્સએ જણાવ્યું છે કે મે અને જૂનમાં વીજળીની માંગણીઓ પૂરી કરવી અત્યંત મુશ્કેલ બનશે.
દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્યું છે અને માર્ચમાં જ ગરમી રેકોર્ડ તોડી રહી છે.આગામી દિવસોમાં દેશભરમાં ગરમી ચરમસીમાએ રહેશે. જોકે, આની સાથે, બીજી એક મોટી સમસ્યા પણ આવી શકે છે, તે છે પાવર કટ. ભારતના ટોચના ગ્રીડ ઓપરેટરે ઉનાળાની ઋતુ દરમિયાન દેશભરમાં વીજળી કાપ અંગે મોટી ચેતવણી જારી કરી છે. આ મુજબ, મે અને જૂનમાં ભારે માંગને કારણે વીજળીની તીવ્ર અછત સર્જાઈ શકે છે અને આ સમય દરમિયાન વીજળી કાપનું જોખમ સૌથી વધુ રહેશે.
નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરએ તાજેતરમાં વીજ પુરવઠો અને તેના વપરાશ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. આ મુજબ, મે-જૂનમાં દેશમાં વીજળીની માંગ 15 થી 20 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરના મતે, મે મહિનામાં આ માંગ સૌથી વધુ રહેશે અને આ માંગને પૂરી કરવી અત્યંત મુશ્કેલ બનશે.
નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરએ શું કહ્યું?
એક અંદાજ મુજબ, મે મહિનામાં સરેરાશ પુરવઠો પ્રાપ્ત ન થાય તેવી શક્યતા લગભગ એક તૃતીયાંશ છે. જૂન મહિનામાં સંપૂર્ણપણે વીજળી સપ્લાય ન થઈ શકે તેવી 20 ટકા શક્યતા છે. "મે અને જુલાઈમાં માંગ ઘણીવાર પૂરી થતી નથી, માંગ અને પુરવઠા વચ્ચે 15 ગીગા વોટથી વધુનું અંતર હોય છે. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2025 માં બિન-સૌર કલાકો દરમિયાન અછત થવાની શક્યતા વધુ હોય છે
નવીનીકરણીય ઉર્જા પર ભાર મુકાયો
નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ઉનાળામાં ટોચની માંગ 270 ગીગા વોટ રહેવાની ધારણા છે. જ્યારે ગયા વર્ષે વીજળીની માંગ 250 ગીગા વોટ હતી. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરનો રિપોર્ટ કહે છે કે દેશમાં શક્ય તેટલી વહેલી તકે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો સ્થાપિત કરવાની જરૂર છે. ત્યાં જ લોડ શિફ્ટિંગ વ્યૂહરચના જેવા માંગ-બાજુના કેટલાક પગલાં મદદ કરી શકે છે.
પ્લાન્ટ ક્ષમતા પર ચર્ચા
નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર એ કોલસા આધારિત પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે વીજળી અધિનિયમ 2003 હેઠળ કટોકટી વીજળી લાગુ કરવાનું પણ સૂચન કર્યું છે. એ નોંધનીય છે કે ભારતની બેઝલોડ પાવર ક્ષમતા કોલસા આધારિત પ્લાન્ટ્સ દ્વારા પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્લાન્ટ્સની ક્ષમતા સ્થિર રહી છે, જેના કારણે તેઓ વધતી માંગને પહોંચી વળવા અસમર્થ રહ્યા છે. પરિણામે, ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્ડિયા લિમિટેડ હેઠળના નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરને આ વર્ષે મે અને જૂનમાં વીજળીની તીવ્ર અછતની અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech