સેનાના જવાનનું ઓપરેશન કરતી વખતે દિલ્હી AIIMSના ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા. આ સૈનિકના શરીરમાં 10 વર્ષથી ત્રણ બોલ્ટ અટવાયેલા હતા, જેમાંથી છાતીમાં અટવાયેલા બે બોલ્ટ બિલકુલ સમાન હતા, જ્યારે ત્રીજો બોલ્ટ હિપમાં અટવાતા તેણે પ્રતિક્રિયા શરૂ કરી દીધી હતી. જેના કારણે સૈનિકને શરીરમાં તકલીફ થવા લાગી. તબીબોએ આ ત્રણેય બોલ્ટને ખૂબ જ મુશ્કેલીથી દૂર કર્યા હતા પરંતુ હજુ સુધી આ લોખંડના બોલ્ટનું શા માટે રિએક્શન નહોતું થયું નથી તેનો જવાબ હજુ સુધી તબીબો શોધી શક્યા નથી.
ડોકટરોના મતે, જો બહારથી કોઈ વસ્તુ શરીરમાં પ્રવેશે છે તો તેની પ્રતિક્રિયા એક કલાકમાં દેખાવા લાગે છે. આ અંગે તબીબોએ સૈનિકની પૂછપરછ કરી હતી. લગભગ 10 વર્ષ પહેલા સરહદ પર ફરજ બજાવતા સૈનિક લેન્ડમાઈનનો ભોગ બન્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેનો જીવ જોખમમાં હતો. તે સમયે તેને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંના ડોક્ટરોએ ઝડપથી ઓપરેશન કરીને તેનો જીવ બચાવ્યો હતો.
ત્રણેય બોલ્ટ એક્સ-રેમાં દેખાય છે
આ પછી તે સ્વસ્થ થઈ ગયો પરંતુ હવે તેને હિપમાં સોજો અને દુખાવો સહિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ પછી જ્યારે તેના શરીરનો એક્સ-રે કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેના શરીરમાં લોખંડના ત્રણ બોલ્ટ ફસાયેલા છે. એક્સ-રે રિપોર્ટમાં જાણવા મળ્યું કે જવાનની છાતીમાં બે બોલ્ટ ફસાયા હતા, જ્યારે એક બોલ્ટ તેના હિપમાં હતો. હવે હિપમાં ફસાયેલો બોલ્ટ કટાવા લાગ્યો હતો અને આ પ્રતિક્રિયાના કારણે સૈનિકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે છાતીમાં ફસાયેલો બોલ્ટ જેમ તેમ પડેલો હતો.
10 વર્ષ પછી દેખાઇ અસર
AIIMSના ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ મોટી વાત છે કે બોલ્ટ 10 વર્ષથી સૈનિકના શરીરની અંદર ફસાયેલો છે અને તેની અસર હવે દેખાઈ રહી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે જો કોઈ પદાર્થ બહારથી શરીરમાં પ્રવેશ કરે છે, તો તેની અસર એક કલાકમાં શરૂ થાય છે. પરંતુ આ એક વિચિત્ર કિસ્સો છે કે 10 વર્ષ સુધી તેની કોઈ અસર થઈ નથી. હાલ તબીબોએ ત્રણેય બોલ્ટ કાઢી નાખ્યા છે. ઓપરેશન સફળ રહ્યું છે અને હવે સૈનિકની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech