રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ દરમિયમ વરસાદની આગાહી કરવા આવી હતી. જેને પગલે જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું. ભાવનગર શહેર જિલ્લામાં વાતાવરણમાં પલટો અચાનક પલટો જોવા મળ્યો હતો. પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવા આવી છે. ત્યારે શહેરના ચિત્રા, ફુલસર, નારી, સીદસર, કુંભારવાડા, વડલા, વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડકા અને ગાજવીજ સાથે બપોરના સમયે અચાનક કમોસામી વરસાદ શરુ થયો હતો. શહેરમાં વરસાદ પડતાની સાથે જનજીવન ખોરવાયું હતું. અને લોકો છત્રીઓ ખોલીને જોવા મળ્યા હતા. વરસાદથી વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી. જોકે કમોસામી માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોના ઘઉં,જીરું,ચણા,કપાસ સહિતના પાકને નુકશાની થવાની ભીતિ સેવાઈ હતી. થોડીવારમાં વરસાદ થંભી જતા લોકોમાં રાહત પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech