પોરબંદરમાં ભારે વાહનોથી સતત ધમધમતા જયુબેલી ચાર રસ્તે અવાર-નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે.તેમ છતાં તંત્ર અહીંયા સ્પીડ બ્રેકર મુકવા કે સર્કલ બનાવવા માટે ગંભીર બનતું નથી.તેથી જીલ્લા પોલીસે જયુબેલી પુલના ચાર રસ્તે ઝાંસીની રાણીનું સર્કલ બને નહી ત્યાં સુધી ટ્રાફિક પોલીસ બેરીકેટ મુકી સર્કલ બનાવવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જીલ્લા પોલીસને રજુઆત કરતા જણાવ્યું છે કે,બરડા પંથકના ગામો અને જામખંભાળિયા, જામનગર તરફ જતા નેશનલ હાઈવેને જોડતા જયુબેલી પુલ ચાર રસ્તા પાસે અવાર- નવાર નાના મોટા વાહનના અકસ્માત સર્જાઈ રહ્યા છે.તેથી જીલ્લા પોલીસે અહી જ્યાં સુધી ઝાંસીની રાણીનું સર્કલ બને નહી ત્યાં સુધી ટ્રાફિક પોલીસ બેરીકેટ મુકી સર્કલ બનાવવું જોઈએ.
અહીંથી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી વાયા આદિત્યાણા થઈને જતા ડમ્ફર, ટ્રક જેવા ભારે વાહનો એસટી, ટ્રાવેલ્સ બસો, ગ્રામ્યપંથકના તરફ જતા છકડો રિક્ષા અને યુટી-લીટી જેવા વાહનો તેમજ એ વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોની સતત અવરજવર રહે છે માટે નગરપાલિકાનું તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને અહીંયા વહેલીતકે સર્કલ બનાવે તે જરી છે. કોઈ નિર્દોષ લોકોનો જીવ લેવાય તે પહેલા સમયસર કાર્યવાહી થવી જોઇએ. દ્વારકા સોમનાથ જતા યાત્રાળુ વાહનોની પણ ભારે ભીડ હોય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા સોમનાથની વચ્ચે આવેલા પોરબંદર શહેરમાં પણ સુદામા મંદિર, તારા મંદિર, ભારત મંદિર, સાંદિપની શ્રીહરી મંદિર, જેવા ધાર્મિક અને ફરવાલાયક પ્રવાસન સ્થળો આવેલા છે.બધા જ યાત્રાળુ વાહનો જયુબેલીના આ સર્કલ પરથી પસાર થાય છે માટે તેઓનું જીવ જોખમમાં મુકાઇ અને વધુ ગંભીર અકસ્માત થાય તે પહેલા તંત્ર એ નક્કર કાર્યવાહી વહેલી તકે કરવી જોઈએ તેવી માંગણી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application’’ રકત યજ્ઞ-૨૦૨૫ ’’ માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ
April 07, 2025 06:51 PMમુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech