પોરબંદર નજીકના ખાંભોદર ગામે સસ્તા અનાજના ગોડાઉનમાં માલ આપવામાં આવ્યો નથી તેથી ગોડાઉન ખાલી નજરે ચડે છે ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરના ગ્રામ્યપંથકમાં દિવ્યાંગોના ઉત્કર્ષ અને વિકાસ માટે સતત પ્રવૃત્તિ કરતા શિવદૂત એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ ગોઢાણીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે જુલાઇ મહિનામાં વધુ વરસાદ પડયો ત્યારે પુર જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. ખાંભોદર ગામે પણ સસ્તા અનાજની દુકાનમાં વરસાદી પાણી ભરાતા માલને નુકશાન થયુ હતુ અને તે અંગે ડેમેજ માલ અલગ મુકાવી આપ્યો હતો તથા તે અંગેની જાણ પણ ઉચ્ચકક્ષાએ કરી હતી.પરંતુ ત્યારબાદ પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવ્યો નથી જેના કારણે ગ્રાહકોને માલ આપી શકાયો નથી. જેથી લોકો હેરાન પરેશાન બની ગયા છે. માટે પૂરવઠા વિભાગે ગોડાઉનમાંથી પૂરતા પ્રમાણમાં સમયસર સસ્તા અનાજનો જથ્થો મોકલી આપવો જોઇએ તેવી માંગ અર્જુનભાઇ ગોઢાણીયાએ કરી છે.
ઉલ્લેખનીય છે કે ખાંભોદર ઉપરાંત કુછડી અને અન્ય ગામોમાં પણ જથ્થો પૂરતા પ્રમાણમાં મળ્યો નહી હોવાનુ જાણવા મળ્યુ છે તેથી ગરીબોના મોઢા સુધી સમયસર અનાજ પહોંચે તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફુડ લવર્સ માટે મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા હવે જામનગરમાં....
April 10, 2025 05:31 PMડિનર માટે આ રેસીપીથી બનાવો સ્પેશિયલ અને ટેસ્ટી વેજ બિરયાની, જાણો બનાવવાની સૌથી સરળ રેસીપી
April 10, 2025 04:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech