એટીએમ કાર્ડ મારફતે બેંકમાંથી રૂપિયા ૨૩ હજારની રોકડ રકમ પણ ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ
જામનગરની એ.કે. દોશી મહિલા કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયેલી કોલેજીયન યુવતીએ પોતાનું સ્કૂટર કોલેજની બહાર પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો તેમની ડેકીમાંથી મોબાઈલ ફોન અને એ.ટી.એમ. કાર્ડ ની ચોરી કરી ગયા હતા, જે એટીએમ કાર્ડ મારફતે બેંકમાંથી રૂપિયા ૨૩,૦૦૦ ની રોકડ રકમ પણ ઉપાડી લીધા નું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચેશ્વર મહાદેવના મંદિર પાસે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી ગીતાબેન વીરાભાઇ બંધીયા નામની ૨૪ વર્ષની કોલેજીયન યુવતી કે જે ગત ૧૪ મી મે ના દિવસે મહિલા કોલેજમાં પરીક્ષા આપવા માટે ગઈ હતી, અને પોતાનું સ્કૂટર કોલેજના ગેઇટની સામે પાર્ક કર્યું હતું.
જે એકટીવા સ્કૂટરની ડેકી તોડીને કોઈ તસ્કરો અંદરથી મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ ની ચોરી કરી લઈ ગયા હતા. ત્યારબાદ એકસીસ બેંકમાં તેમના ખાતામાંથી એટીએમ કાર્ડ મારફતે રૂપિયા ૨૩ હજારની રોકડ રકમ પણ તસ્કરે ઉપાડી લીધી હતી. જે મામલો સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ગીતાબેન બંધીયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech