અનુપમની ઓફિસમાં ચોરી, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની તિજોરી, ફિલ્મનું નેગેટિવ બોક્સ ગાયબ મુંબઈમાં આવેલી અનુપમ ખેરની ઓફિસમાં ચોરી થઈ છે. દરવાજો તોડીને ચોર અંદર પ્રવેશ્યા હતા અને પછી તિજોરી અને ફિલ્મ નેગેટિવ બોક્સ ઉપાડી ત્યાંથી ભાગી ગયા.આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. બોલીવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરની મુંબઈ ઓફિસમાં ચોરીની થઈ છે. ઓફિસના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ માંથી તિજોરી બોક્સ લઈને ચોરો ભાગી છૂટ્યા હતા. તેણે પોતાની સાથે એક ફિલ્મનું નેગેટિવ બોક્સ પણ લીધું હતું. સીસીટીવી કેમેરામાં ચોરો રીક્ષામાં બેસીને જતા જોઈ શકાય છે. અનુપમ ખેરે આ અંગે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બોલિવૂડ એક્ટરએ પોતે X એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ ઘટના વિશે માહિતી આપી છે. અનુપમ ખેરે પોતે પોસ્ટ કરીને ઓફિસમાં થયેલી ચોરીની માહિતી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, મારી વીરા દેસાઈ રોડ ખાતે આવેલી ઓફિસમાં બે ચોરોએ મારી ઓફિસના બે દરવાજા તોડી નાખ્યા અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ (જે કદાચ તેઓ તોડી શક્યા ન હતા) તેથી આખી તિજોરી લઈ ગયા અને અમારી કંપની દ્વારા બનાવેલ એક ફિલ્મની નેગેટિવ જે એક બોક્સમાં હતી તે પણ ચોરીને લઈ ગયા હતા. મારી ઓફિસના સ્ટાફે પોલીસ સ્ટેશનને એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે ખાતરી આપી છે કે ચોરોને બહુ જલ્દી પકડવામાં આવશે, કારણ કે સીસીટીવી કેમેરામાં બંને ચોર સામાન સાથે ઓટો રીક્ષામાં બેસતા જોવા મળ્યા છે. ભગવાન તેમને બુદ્ધિ આપે! અનુપમ ખેરની વાત કરીએ તો તે ટૂંક સમયમાં કંગના રનૌતની “ઈમરજન્સી” ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત અનુપમ ખેર ‘તન્વી ધ ગ્રેટ’થી ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યા છે. તે 20 વર્ષ પછી ડિરેક્શન ક્ષેત્રમાં વાપસી કરવા જઈ રહ્યા છે. અનુપમ ખેર થોડા સમય પહેલા રિલીઝ થયેલી ‘કાગઝ 2’માં જોવા મળ્યા હતા. આ સિવાય તેઓ ‘ઉચાઈ’માં અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યો હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech