મૂળ ધારીનો વતની અને હાલ મેટેડા જીઆડીસીમાં રહેતા યુવાને સમી સાંજના ધારીમાં રહેતા ભાભીને વીડિયો કોલ કરી પોતે ગળાફાંસો ખાઇ છે તેવી જાણ કરી હતી.જેથી તેના ભાભીએ તુરતં પરિવારને જાણ કરતા અહીં ઘરે પહોંચી જોતા યુવાન લટકતો તેને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાનને બે લાખનું બાઇક લેવું હોય પણ માતાએ ઇનકાર કરતા આ બાબતે માઠુ લાગી જતા આ પગલું ભરી લીધું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં.૧ પાસે બુધવારી નજીક રહેતા રવિ શામજીભાઇ પરમાર(ઉ.વ ૧૯) નામના યુવાને ગઇકાલે સમીસાંજે ધારી રહેતા તેના ભાભી માયાબેનને વીડિયો કોલ કરી કહ્યું હતું કે, હું ગળો ફાંસો ખાવા જઇ રહ્યો છું.જેથી તેની ભાભીએ તુરતં પોતાના સાસુ તથા અહીં પાડોશની જાણ કરી હતી.બાદમાં ઘરે જતા રવિ ચૂંદડી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.જેથી તેને નીચે ઉતારી તુરતં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જયાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ યુવાન અહીં સીએનસી કંપનીમાં નોકરી કરે છે અને માતા હંસાબેન સાથે રહે છે.યુવાનને બે લાખનું બાઇક લેવું હોય પણ ઘરની પરિસ્થિતિ જોઇ તેની માતા હંસાબેન હાલ આવુ મોંઘુ બાઇક લેવાની ના કહી હતી.જે બાબતે યુવાનને માઠુ લાગી જતા તેણે આ પગલું ભરી લીધું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીતાનગર રહેતા ઇલેકટ્રીશ્યનના મકાનમાંથી રોકડ- ઘરેણાની ચોરી
May 23, 2025 03:18 PMશાળા-કોલેજો પાસે ડ્રગ્સ વેંચનારાઓને પકડવા કલેક્ટર પ્રભવ જોષીનો આદેશ
May 23, 2025 03:17 PMભારે પવન, વરસાદથી 20 ફીડરમાં ફોલ્ટ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
May 23, 2025 03:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech