પત્નીએ દારૂ છોડી દેવાનું કહેતા યુવાને જિંદગી છોડી દીધી

  • October 17, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસે કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ યુપીના વતની યુવાને રાત્રીના ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવને પગલે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.યુવાનને દારૂ પીવાની કુટેવ હોય પત્નીએ દારૂ પીવાની ના કહેતા તે બાબતે લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડયું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલપંપ પાસે સિતારામ મારબલ નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ કારખાનની ઓરડીમાં રહેતા જયબીર મુનાવીર(ઉ.વ 30) નામના યુવાને ગઇકાલે રાત્રીના ઓરડીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.જે અંગેની જાણ થતા 108 ના ઇએમટીએ અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. એ.વી.ચાવડાએ અહીં યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,યુવાન મૂળ એમ.પીનો વતની છે અહીં અહીં રહી મજુરીકામ કરતો હતો.યુવાનને દારૂ પીવાની કુટેવ હોય જેથી તેની પત્નીએ તેને દારૂ ન પીવાનું કહેતા આ બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.બાદમાં આ વાતનું માઠુ લાગી જતા તેણે આ પગલૂં ભરી લીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
જયારે અન્ય બનાવમાં કાળીપાટ ગામે રહેતા ગોવિંદભાઇ જીવરાજભાઇ મકવાણા(ઉ.વ 60) નામના કોળી વૃધ્ધે ગઇકાલે બપોરબાદ ઘરે પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.દરમિયાન સાંજના પાંચ વગ્યા આસપાસ પૌત્ર શાળાએ છુટીને ઘરે આવતા તેણે દાદાને લટકતી હાલતમાં જોઇ બુમાબુમ કરી હતી.ત્યારબાદ ગામની સીમમાં વાડીએ ખેતીકામ કરનાર વૃધ્ધના પરિવારજનોને જાણ કરાઇ હતી.આપઘાત કરનાર વૃધ્ધને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે.તેઓ અગાઉ ખેતીકામ કરતા હતાં.પણ છેલ્લા બે વર્ષથી તેમને પગની બીમારી હોય જેની પીડા સહન ન થતા તેમણે આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડયું છે.બનાવ અંગે વધુ તપાસ આજીડેમ પોલીસ મથકના એએસઆઇ જે.કે.કુરિયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application