લગ્ન માટે ઉતાવળ કરવી યુવકને ભારે પડી છે, લગ્ન માટે પુખ્ત વય ન હોવા છતાં જન્મના સર્ટીફેકેટમાં છેડછાડ કરી યુવતિને ભગાડી જઈ ચેક અમદાવાદના જમાલપુર વોર્ડમાં લગ્ન નોંધણી કરાવી હતી. યુવકે લગ્ન રજિસ્ટરનું સર્ટિફિકેટ મોકલતા યુવતિના પિતાએ સર્ટિફિકેટ નંબર ઓનલાઇન ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો. બનાવના મામલે યુવતિના પિતાએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા પરિવારની 19 વર્ષીય પુત્રી બાબરા ગામે પરિવાર સાથે નાનીની ઉત્તરક્રિયામાં ગઈ હોઈ ત્યારે ત્યાંથી જ ઘરેથી નીકળી જતા આ અંગેની તપાસ કરતા યુવતિ ગોંડલમાં રહેતા યશ મનોજભાઈ બામટા સાથે નાસી ગયાનું જાણવા મળ્યું હતું. જેના બે દિવસ બાદ અમરેલી રહેતા યુવતીના પિતાના મિત્રના ફોનમાં પુત્રીએ યશ સાથે લગ્ન કરી લીધાનું અમદાવાદ મહાનગર પાલિકા હેઠળના જમાલપુર વોર્ડમાં રજીસ્ટર કરાવેલું મેરેજ સર્ટી મોકલતા આ સર્ટીના નંબર જોઈ યુવતીના પિતાએ અમદાવાદ મહાનગર પાલિકાની વેબસાઈટમાં સર્ચ કરતા રજિસ્ટ્રર થયેલું જોવા મળ્યું હતું. પુત્રીને ભગાડી જનાર યશની ઉંમર અંગે શંકા જતા તેનું અમરેલી નગર પાલિકા માંથી જન્મ પ્રમાણપત્ર કઢાવ્યું હતું. જેમાં યશની જન્મ તારીખ 21-12-2003 હોવાથી કાયદા મુજબ લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ પુરા હોવા જોઈએ પરંતુ યશની ઉંમર 21 વર્ષ પુરા થતા ન હોવાથી જન્મના પ્રમાણપત્રમાં છેડછાડ કરી લગ્ન કરવાં માટે ખોટું સર્ટી બનાવ્યું હોવાનું સામે આવતા યુવતીના પિતાએ પુત્રીને ભગાડી જનાર યશ બામટા સામે ફરિયાદ નોંધાવતા બાબરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech