સાયબર ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે.યેનકેન પ્રકારે જાળ બિછાવી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં રેલનગર પાસે રામેશ્વર પાર્કમાં રહેતા યુવાનને પાડોશીના નામે ફોન કરી મારા સંબંધીને હોસ્પિટલમાં પૈસાની જર છે. મારા એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા જેથી તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી આપો કહી યુવાન સાથે પિયા ૨૩ હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર મેઇન રોડ પર રામેશ્વર પાર્ક શેરી નં.૧ માં રહેતા અને ઇલેકટ્રીકનું કામ કરનાર પિયુષ ગિરીશભાઈ ટાંક (ઉ.વ ૩૭) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અજાણ્યો મોબાઈલ નંબરનો ધારક અને આંધ્ર પ્રદેશ ગ્રામીણ વિકાસ બેંકના એકાઉન્ટ ધારક તેમજ ઈન્ડુસ બેંકના એકાઉન્ટ ધારકના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૦૧૨૨૦૨૩ ના તે રૈયાધાર વિસ્તારમાં દ્રારકા સોસાયટીમાં મકાનમાં ઇલેકટ્રીકનું કામ કરતો હતો ત્યારે બપોરના સમયે તેને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હત્પં શિવેન્દ્રભાઈ બોલું છું તમે મને ઓળખો છો? જેથી યુવાને કહ્યું હતું હા હત્પં તમને ઓળખું છું તમે રેલવેમાં નોકરી કરો છો અને મારી બાજુની શેરીમાં રહો છો. તેમ વાત કર્યા બાદ આ શખસે કહ્યું હતું કે, મારો મિત્ર દવાખાનાની લાઇનમાં ઊભો છે તેને પૈસાની જરિયાત છે હત્પં અત્યારે બહાર છું પહોંચી શકું તેમ નથી મારા ખાતામાંથી પૈસા જમા થતા નથી જેથી તમે મદદ કરો હત્પં તમારા ખાતામાં ૧૦,૦૦૦ પિયા નાખું છું તમને એક નંબર આપું છું તમે પૈસા નાખી દેજો. પરંતુ તેના ખાતામાંથી ૧૦,૦૦૦ ન આવતા આ બાબતે યુવાને કહેતા તેણે કહ્યું હતું કે એરર આવે છે. હાલ તમે થોડી રકમ ટ્રાન્સફર કરી દો. હત્પં તમને પૈસા મોકલી આપીશ જેથી યુવાને પિયા ૪૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા બાદમાં આ શખસે વધુ રકમ ટ્રાન્સફર કરવાનું અને બેંક ડીટેઇલ આપવાનું કહેતા યુવાને ના કહી હતી. બાદમાં તેણે ટ્રાન્સફર કરેલી રકમ પરત આપવા માટે તેણે એક લિંક મોકલી હતી જેમાં એક પિયો જમા થયો હતો તે લિંક ઓપન કરવા માટે યુપીઆઇ પાસવર્ડ નાખવાનું કહેતા યુવાને પાસવર્ડ નાખ્યો હતો બાદમાં બે પિયા જમા થયા હતા અને ત્યારબાદ . ૧૦ જમા થયા હતા જેથી યુવાને કહ્યું હતું કે, તમે એક સાથે પૈસા નાખો બાદમાં આ શખસે ફરી લીંક મોકલી હતી જેમાં પાસવર્ડ નાખતા યુવાનના એકાઉન્ટમાંથી પિયા ૧૪ હજાર કપાઈ ગયા હતા.યુવાને કહેતા આ શખસે કહ્યું હતું કે, ઉભા રહો હત્પં તમને બધા પૈસા પાછા આપી દઈશ તેમ કહી ફરી લીંક મોકલી હતી જેમાં ઓકે કરી યુવાને યુપીઆઈ તથા પાસવર્ડ નાખતા ખાતામાંથી વધુ ૫૦૦૦ કપાઈ ગયા હતા. બાદમાં આ શખસને કોલ કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ રકમ કટ થયા બાદ યુવાનના એકાઉન્ટમાં માત્ર પિયા ૨૫૦ બચ્યા હતા. બાદમાં તેણે પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતાં તેણે આ મામલે પ્રથમ સાયબર હેલ્પલાઇન પર અરજી કર્યા બાદ હવે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech