ઉપલેટા તાલુકાના વરજાંગજાળીયા ગામે નોનવેજની દુકાનની જગ્યા બદલાવાનું કહેતા ત્રણ શખસોએ યુવાન પર છરી પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ અંગે યુવાનની ફરિયાદ કરતી ઉપલેટા પોલીસે ત્રણ શખસો સામે મારામારી, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ વરજાંગ જાળીયાના વતની અને હાલ ઉપલેટામાં ઢાંકની ગારી ગીરનાર સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર ચિરાગ ઉર્ફે જીગો હેમંતભાઈ મણવર (ઉ.વ 28) નામના યુવાને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અને ઉપલેટામાં રહેતા નદીમ ગામેતી, નદીમનો નાનો ભાઈ અને તેના માસીના દીકરાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના તે અહીં વરજાંગજાળીયા ગામે માતાજીના મઢે તાવો હોય જેથી રોકાયો હતો. બાદમાં તે અહીં ગામમાં આવેલી જમાલશા પીરની દરગાહ બેઠો હતો ત્યારે દરગાહની બાજુમાં નોનવેજની દુકાન હોય જેથી તેણે કહ્યું હતું કે, તમે તમારી નોનવેજની દુકાનની જગ્યા બદલી નાખો અહીં અમારા ગામની મહિલાઓ વોશરૂમ માટે આવતી હોય છે તેમ કહેતા આ ત્રણે શખસો ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યું હતું કે, તું અમને જગ્યા બદલાવાનું કહેવા વાળો કોણ? તેમ કહી ગાળો આપી બાદમાં પાઇપ અને લાકડી વડે મારમાર્યો હતો.જયારે નદીમના ભાઇએ પગમાં છરી મારી દીધી હતી. જેથી યુવાન જમીન પર પડી જતા તેની પત્ની તથા અન્ય લોકો આવી જતા વચ્ચે પડી તેને વધુ મારમાંથી બચાવ્યો હતો.
બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું માલુમ પડયું હતું.
ત્યારબાદ તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે મારામારી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech