કેનેડિયન ડાયમંડ કંપની લુકારા ડાયમંડે આફ્રિકન દેશ બોત્સ્વાનામાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો શોધી કાઢ્યો છે. કુલીનન ડાયમંડ પછી આ સૌથી મોટો હીરો છે. કુલીનનની શોધ લગભગ એક સદી પહેલા થઈ હતી. જે બાદ હવે આટલો મોટો હીરો મળી આવ્યો છે. કુલીનન બ્રિટિશ શાહી પરિવારના ઘરેણાંમાં લગાડેલ છે.
દક્ષિણ આફ્રિકામાં પોતાની ખાણકામ કંપની ચલાવતા અને વિશ્વની સૌથી મોટી હીરા કંપનીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ક્લિફોર્ડ એલ્ફિકે કહ્યું કે, આ એક દુર્લભ ઘટના છે જે સેંકડો વર્ષોમાં થાય છે. આ હીરા મળી આવતાની સાથે જ તેને શોધનાર કંપની લુકારાના શેરમાં 40 ટકાનો ઉછાળો આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, આ હીરાની કિંમત 40 મિલિયન ડોલર એટલે કે 335 કરોડ રૂપિયાથી વધુ છે.
લુકારા કંપનીના લોકોએ હજુ સુધી આ હીરાનું નામ આપ્યું નથી. આ યુગ કારખાનામાં હીરાની બનાવટનો છે. તેથી જ રિયલ હીરાનું બજાર ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં આવા હીરાની શોધથી ઉદ્યોગ અને બોત્સ્વાનાને ઘણો ફાયદો થશે. આ હીરાનું વજન લગભગ 2492 કેરેટ છે.
ક્યાંથી મળ્યા આ હીરા ?
આ હીરા બોત્સ્વાનાના કેરોવે ખાણમાંથી મળી આવ્યો હતો. તેની સાઈઝ કોલ્ડ ડ્રિંકના કેન જેટલી છે. અગાઉ આ જ ખાણમાંથી 1758 કેરેટના સેવેલો અને 1109 કેરેટના લેસેડી લા રોના જેવા મોટા કદના હીરા મળી આવ્યા છે. એક્સ-રે ટ્રાન્સમિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા હીરાની શોધ કરવામાં આવી છે. કારણ કે, અગાઉ લેસેડી લા રોનાને શોધતી વખતે તેને નુકસાન થયું હતું. તેથી આ ટેકનિક અપનાવવામાં આવી હતી.
હીરાની ઓળખ શું છે?
ડાયમંડ 4C થી છે. આ રીતે તેનું મૂલ્ય પણ નક્કી થાય છે. 4C એટલે રંગ, સ્પષ્ટતા, કટ અને કેરેટ. હાલમાં આ નવા હીરાની તપાસ કરવાની બાકી છે. આમાં થોડો સમય લાગશે. હાલમાં તે શુદ્ધ હીરા છે. તેના કટીંગ વગેરે માટે સમય છે. થોડા સમય પછી તેની વાસ્તવિક કિંમત જાણી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech