૫૫ વર્ષની મહિલા દર્દી અનંતલમી ઓપરેશન ટેબલ પર તેના ફેવરિટ એકટર જુનિયર એનટીઆરની ફિલ્મ અડોર્સ જોઈ રહી હતી અને ડોકટર તેના મગજની સર્જરી કરી રહ્યા હતા. મેડિકલ જગતનો આ અનોખો કિસ્સો આંધ્ર પ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલનો છે. ડોકટરોના જણાવ્યા અનુસાર સર્જરી દરમિયાન મહિલાને જાગૃત રાખવી જરી હતી. યારે અઢી કલાકમાં આ ફિલ્મ પૂરી થઈ ત્યારે ડોકટરોએ મહિલાના મગજની ડાબી બાજુની ગાંઠ કાઢી નાખી, આ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કટ્ટત્પપલ્લીની રહેવાસી અનંતલમીના હાથમાં ટેબલેટ છે. તે ઓપરેશન થિયેટરમાં આનદં સાથે ફિલ્મ જોઈ રહી છે. તેના મગજમાંથી ૩.૩ બાય ૨.૭ સેમી ટુમર દૂર કરવામાં આવ્યું હતું. ડોકટરોએ કહ્યું કે સર્જરી સફળ રહી છે. મહિલાને આગામી પાંચ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
દર્દી જાગતા હોય ત્યારે તેના મગજના ઓપરેશનને અવેક ક્રેનિયોટોમી તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાની નેશનલ ઇન્સ્િટટૂટ ઓફ હેલ્થ અનુસાર, તેને જાગૃત મગજની સર્જરી પણ કહેવામાં આવે છે. મગજનું આ એક જટિલ ઓપરેશન છે, જેમાં એનેસ્થેસિયા આપવામાં આવતું નથી. આ પ્રક્રિયા દરમિયાન દર્દી સભાન રહે છે. તે સર્જિકલ ટીમ સાથે વાત કરી શકે છે, પુસ્તક વાંચી શકે છે અથવા મૂવી જોઈ શકે છે.
અનંતલમી તેના અંગોમાં નિષ્ક્રિયતા અને સતત માથાનો દુખાવો અનુભવી રહી હતી. તપાસ દરમિયાન ડોકટરોને જાણવા મળ્યું કે તેના મગજમાં મોટી ગાંઠ છે. અનંતલમીએ ઓપરેશન માટે મોંઘી ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલ પસદં કરી. યારે તેણીએ ડોકટરોને કહ્યું કે તે જુનિયર એનટીઆરની ચાહક છે, ત્યારે તેને દક્ષિણના આ અભિનેતાની ફિલ્મ બતાવવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech