અમદાવાદ શહેરમાં આજે ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શહેરના ગુરૂકુળ વિસ્તાર, માનસી ચાર રસ્તા, ગોતા, વટવા અને પકવાન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં અચાનક આંધી અને તુફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. આ ઘટનાને કારણે વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અચાનક આવેલા આ બદલાયેલા વાતાવરણથી શહેરીજનો થોડા સમય માટે અચંબિત થઈ ગયા હતા. દિવસભરના ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે આવેલી આ આંધીએ વાતાવરણમાં ઠંડક તો લાવી, પરંતુ ધૂળની ડમરીઓના કારણે લોકોને અવરજવરમાં ઘણી તકલીફ પડી હતી. વાહનચાલકોને રસ્તા પર સ્પષ્ટ દેખાતું ન હોવાથી તેઓને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી.
હાલમાં આ વિસ્તારોમાં ધૂળની ડમરીઓનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થયું. પરંતુ આ ઘટનાએ ચોક્કસપણે અમદાવાદના લોકોને અચાનક આવેલા કમોસમી પલટાનો અનુભવ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ખબર હતી કે કંઈક થવાનું છે’ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ભારતના ઓપરેશન વિશે કહ્યું
May 07, 2025 12:00 PMહેમર, સ્કેલ્પ મિસાઇલો અને રાફેલ સહિતના શસ્ત્રોએ મચાવી તબાહી
May 07, 2025 11:59 AMઅજિત ડોભાલે યુએસ એનએસએને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી
May 07, 2025 11:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech