વીરપુર પોલીસ મથકના સ્ટાફને અહીં પીઠડીયા ગામની સીમમાં આવેલી વાડીએ દરોડો પાડી 408 બિયરના ટીન સાથે વાડી માલિકને ઝડપી લીધો હતો. પોલીસે બિયરનો આ જથ્થો અને મોબાઈલ સહિત રૂપિયા 45,800 નો મુદ્દામાલ કબજે કરી વાડી માલિકની પૂછતાછ કરતા અન્ય બે શખસોના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, વીરપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ બગડા, ધર્મેન્દ્રભાઈ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, પીઠડીયા ગામે રહેતો અંકિત ધડુક ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં વાડીમાં દરોડો પાડ્યો હતો.
બાદમાં અહીં વાડીમાં આવીને ઓરડીમાં તપાસ કરતા પ્લાસ્ટિકની મોટી થેલીઓનો થપ્પો હોય જેમાં ચેક કરતા બિયરના 408 ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે વાડી માલિક અંકિત જીતેન્દ્રભાઈ ધડુક (ઉ.વ 31) ની અટક કરી તેની પૂછપરછ કરતા આરોપીએ એવી કબુલાત આપી હતી કે, તેના ભાઈ હર્ષિત જીતેન્દ્રભાઈ ધડુક તથા તેના મિત્ર ભરત હાથીભાઈ લાલુ (રહે. રબારીકા)એ આજથી પાંચેક દિવસ પૂર્વે બિયરના આ ટીન અહીં વેચાણ કરવાના ઇરાદે ઉતાયર્િ હતા. જેથી પોલીસે બિયરના ટીમ અને મોબાઈલ ફોન સહિત 45,800 નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય બે આરોપી હર્ષિત અને ભરતને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech