ગોંડલના યુવાન અભિ સાટોડિયાએ સત્તર વર્ષની ઉંમરે વિચારોના વાવેતર ક્ષેત્રે અનોખા પ્રયાસ સાથે ગોંડલમાં વર્ષ 2015માં અભિનવ પુસ્તકાલયની શરૂઆત કરી હતી. ત્યારબાદ વિશ્વની અલગ અલગ સાત વર્લ્ડ રેકોર્ડ બુકમાં પુસ્તકાલયને સ્થાન આપવામાં આવ્યું સાથે અભિને યંગેસ્ટ પર્સન ટુ હેવ અ પબ્લીક લાયબ્રેરીનું સન્માન વર્ષ 2018 માં આપવામાં આવ્યું હતું. અભિ સાટોડિયાએ ગોંડલ ગુરુકુળમાં અભ્યાસ કરીને પોતાના જન્મદિવસ પર રક્તદાન અને ચક્ષુદાન કેમ્પજેવી અનેક પ્રવૃત્તિઓ કરીને સામાજિક સેવાઓ અને પ્રવૃત્તિ માટે સતત કાર્યશીલ રહ્યા છે. કોરોનાનાં કપરા સમય દરમિયાન વાંચકો માટે પુસ્તકો ધરે ધરે સુધી પહોંચાડ્યાની વ્યવસ્થા કરી હતી સાથે રોજનું રોજ કરીને જમતાં લોકો માટે ગોંડલ નાગરિક સહકારી બેંકના નેજા હેઠળ રાશન કીટ વિતરણ ગોંડલ તાલુકાના છેવાડાના માનવી સુધી કરવામાં આવ્યું હતું. પોતાની કારકિર્દી બનાવા માટે વર્ષ 2023માં ઉચ્ચ અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડમાં ગયા અને ત્યાં જઈને વતનની દૂર વસતા ગુજરાતીઓની અસ્મિતા સમા રેડિયો ઉત્સવ સ્ટેશન પર અભિનો અવાજ ગુંજતો થયો છે. રેડિયો ઉત્સવ દ્વારા દર શનિવારે રાત્રિના 8-00થી 10-00 અને વિશ્વભરમાં રહેલા ગુજરાતીઓ રેડિયો સ્ટેશનના એટલે કે રેડિયો ઉત્સવના માધ્યમથી બધા જ કાર્યકર્મો સાંભળી શકશે.વિશ્વભરમાં ફેલાયેલી ગુજરાતી પ્રજામાં ગુજરાતી ભાષા, સાહિત્ય, સુગમ સંગીત, લોકગીતો, ગઝલો વિદેશની ધરતી પર ગુજરાતી લોકોમાં જીવંત રહે એ માટે રેડિયો ઉત્સવ રોજ અવનવાં કાર્યક્રમો થકી લોકોને જલસો અને જમાવટ કરાવી રહ્યાં છે. રેડિયો ઉત્સવ સ્ટેશન શરૂ થયાને હજુ બે જ અઠવાડિયા થયા છે સાથે આવનારા દિવસોમાં હર એક ગુજરાતીના ઘર રેડિયો ઉત્સવનો રંગ લાગશે અને ગુજરાતી ગીતો અને વાતોની રમઝટ જામશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech