ગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા

  • March 31, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લ ા વહિવટી તત્રં દ્રારા આયોજિત કાર્યક્રમમાં સેવાસેતુના લાભાર્થીઓને હત્પકમ–પ્રમાણપત્રો અને દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.
શ્રમ અને રોજગાર તથા  રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે જૂનાગઢ જિલ્લ ા વહિવટી તત્રં દ્રારા સેવા સેતુ, મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં પિયા ૯૬.૪૯ લાખના વિવિધ કામોના ઈ–ખાતમુહર્ત અને ઈ–લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
મેંદરડા તાલુકાના પટેલ સમાજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો સિદ્ધાંત છે કે જનપ્રતિનિધિ લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓ–મુશ્કેલીઓ સાંભળે. છેવાડાના માનવીની અપેક્ષાઓને આકાંક્ષાઓ પૂરી કરવા માટે  અમારી સરકાર કટીબદ્ધ છે.
ગામડું એ આપણી સંસ્કૃતિ છે. ગામડું એ આપણું જીવન છે. હાલ ઘણા બદલાવ આવી રહ્યા છે. આગામી દિવસોમાં ગામડાઓને ફરી વાઇબ્રન્ટ બનવવાના છે. લોકો ફરીથી સાં જીવવા ગામડાઓમાં પાછા વળવાના છે. જિલ્લ ા વહિવટીતત્રં દ્રારા આયોજિત સેવા સેતુમાં  ૧૨૦૦ જેટલા લાભાર્થીઓએ સરકારની વિવિધ સહાયના ફોર્મ ભર્યા છે. મેંદરડા તાલુકાના મંજૂર થયેલ કામ અને કેટલાક પ્રગતિમાં રહેલા કામનો પણ ઉલ્લ ેખ કર્યેા હતો અને તે સમયસર પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાજનોના પ્રશ્નો પ્રત્યે સંવેદનાથી કામ કરવા પણ જણાવ્યું હતું તેમજ નાગરિકોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા પણ જણાવ્યુ હતુ.
કાર્યક્રમના આરંભે જૂનાગઢ જિલ્લ ા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યુ હતું કે સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યેા હતો. આ તકે કેન્દ્રીય મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમના સ્ટોલ અને બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત પણ લીધી હતી. જૂનાગઢ જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સેવાસેતુ, મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો મેંદરડા તાલુકાના પ્રજાજનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી, જૂનાગઢ જિલ્લ ા વિકાસ અધિકારી નીતીન સાંગવાન, એસપી રોહિત ડાગર, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઇ માંકડીયા, જૂનાગઢ જિલ્લ ા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મેંદરડા સરપચં જયાબેન ખાવડુ, જૂનાગઢ જિલ્લ ા સહકારી બેંકના ચેરમેન કીરીટભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વાગત પ્રવચન આસિસ્ટન્ટ કલેકટર અને મેંદરડાના પ્રાંત અધિકારી એશ્વર્યા દુબે અને આભારવિધિ મીરા સોમપુરાએ કરી હતી

મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ, સહાય વિતરણ
કાર્યક્રમમાં મંત્રીના હસ્તે લાભાર્થીઓને  વિવિધ લાભ, સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લ ા સમાજ સુરક્ષા અધિકારી  દ્રારા સર્વે મુજબ કુલ ૧૪૪ લાભાર્થીઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના સીએસઆર ફંડમાંથી કુલ રૂા.૫૬,૪૩,૮૦૩ની એલીમ્કો દ્રારા તૈયાર કરાયેલ સાધન સહાય વિતરણ પૈકી મેંદરડા તાલુકાના ૮ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. તેમજ સેવા સેતુના લાભાર્થીઓને સહાય અને હત્પકમ વિતરણ કરવામાં આવ્યા હતા. મંત્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં કુલ રૂા.૯૬ લાખ ૪૯ હજારના વિકાસ કામો જેમાં પિયા ૬૩.૨૩ લાખના ઈ–ખાતમુહત્પર્ત તથા .૩૩.૨૬ લાખના ઈ–લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમના સ્ટોલ અને બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત પણ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application