શહેરના ઘોઘાગેટ, હેવમોર ચોક તેમજ શાક માર્કેટ સહીતના વિસ્તારોમાં કાયમી ધોરણે થયેલા દબાણો હટાવવાની કાર્યવાહી મહાનગરપાલીકાએ હાથ ધરી હતી. જેમાં સતત બે દિવસ સુધી ઉપરોકત વિસ્તારોમાંથી અડચણરૂપ દબાણો હટાવી માલસામાન જપ્ત કરાયો હતો. ખાસ કરીને તળાવમાં આવેલા જાહેર પાર્કીંગમાં ૧૦૧ લારીઓ સામાન સાથે મુકેલી હાલતે જણાતા તંત્રએ તમામ લારીઓ સીલ કરી હતી. દરમિયાનમાં સતત બે દિવસ સુધી તંત્રએ હાથ ધરેલી દબાણ હટાવ કાર્યવાહીના પગલે આજે સવારથીજ શાક માર્કેટ વિસ્તારના તમામ વેપારીઓએ વિરોધ પ્રગટ કરી પોતપોતાની દૂકાનોના શટરો પાડી રોડ પર બેસી ગયા હતા. ત્યારબાદ મહાપાલિકા કચેરી ખાતે પહોંચી કમિશ્નર સમક્ષ રજૂઆત કરી દબાણ હટાવ કાર્યવાહી સ્થગીત કરવા જણાવી ઉમેર્યું હતું કે, દબાણ હટાવ કાર્યવાહીથી અમારી રોજી રોટી છીનવાઈ રહી છે. એક તબક્કે વેપારીઓએ ભારપૂર્વક કમિશ્નરને કહ્યું હતું કે, દબાણ હટાવથી અમારા ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તેના પ્રત્યુત્તરમાં કમિશ્નર દ્વારા જણાવાયું હતું કે, કેટલાક વેપારીઓ પોતાની દૂકાનો સંપૂર્ણપણે ખાલી રાખી જાહેર રોડ પર અડચણરૂપ રીતે માલસામાન રાખી વેચાણ કરતા હોય છે, તેની સામેની કાર્યવાહી કરવામાં આવે છે. અને હજી પણ આગામી દિવસોમાં જાહેર રોડ પર ટ્રાફીક અને રાહદારીઓ માટે અડચણરૂપ દબાણો હટાવવાની કાર્યવાહી જારી રહેનાર હોય તમામ વેપારીઓએ પોતાની જ દૂકાનમાં સામાન રાખી વેચાણ કરવું તેમ કમિશ્નર ઉપાધ્યાયે ઉમેર્યું હતું. જો કે, તમામ વેપારીઓએ કમિશ્નર સમક્ષ રજૂઆત કર્યા બાદ પોતપોતાની દૂકાનો ખોલી નાખી હતી, અને લગભગ બે કલાક સુધી શાક માર્કેટનો વિસ્તાર બંધ રહ્યા બાદ પૂનઃ ધમધમતો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech