શહેરના પુષ્કરધામ મેઇન રોડ પરની કેવલમ સોસાયટી સામે આવેલા આવાસ કવાર્ટર નજીક કારમાં વિદેશી દાના કટીંગ સમયે યુનિવર્સીટી પોલીસ ત્રાટકતા દાની ૨૫૨ બોટલ સાથે દા મગાવનાર અને સપ્લાયરન ઝડપી પાડી દાનો જથ્થો, અલ્ટો કાર, આઈફોન અને જિયો કંપનીનું ડોંગલ મળી .૧,૪૯,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હતો ત્યારે પો.હેડ.કોન્સ.રઘુવીરસિંહ વાળા અને પો.કોન્સ.ગોપાલસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પુષ્કરધામ મેઇન રોડ પાસે આવેલા આવાસ કવાર્ટર નજીક ઈંગ્લીસ દાનું કારમાંથી કટિંગ થઇ રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતા ઉભેલા બંને શખ્સો ભાગવા જતા કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યા હતા શખ્સોનું નામ પૂછતાં એક એ પોતાનું નામ પ્રદીપ દિલુભાઈ ખાચર ( કાઠીદરબાર) (ઉ.વ.૨૬–ધંધો પ્રાઇવેટ નોકરી, રહે–નેસલે એપાર્ટમેન્ટ એ વીંગ લેટ નં.૨૦૨ અને મૂળ જસદણના ચિતલીયા)નો હોવાનું જણાવ્યું હતું જયારે બીજાએ પોતાનું નામ પ્રિયેશ ઉર્ફે આશિષ ઉર્ફે બેટરી અરવિંદભાઈ સોલંકી(દેવીપૂજક) (ઉ.વ.૨૫ –ધંધો મજૂરી, રહે– પુષ્કરધામ મેઇન રોડ આવાસ કવાર્ટર બ્લોક નં.૨૯) નો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે માતિ અલ્ટો કાર જીજે ૦૫ સીજે ૨૧૧૮ની તલાસી લેતા બોકસમાં જુદી જુદી બ્રાન્ડની દાની બોટલો તેમજ આંગળવાળી પાસે બોકસ પડા હતા તેમાંથી દાની બોટલ મળી કુલ ૨૫૨ બોટલ કી..૧,૦૯,૨૦૦ની મળી આવતા દાનો જથ્થો, અલ્ટો કાર, શખ્સ પાસે રહેલો આઈફોન, જિયોનું ડોંગલ મળી કુલ .૧,૪૯,૭૦૦નો મુદ્દમાલ કબ્જે કરી યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech