સીધી ભરતીથી નિયુકત થયેલા વર્ગ ૨ ના અધિકારીઓ તથા વર્ગ ત્રણમાંથી વર્ગ–૨ માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષાનું આયોજન સરદાર પટેલ લોકપ્રસાશન સંસ્થા સ્પીપા દ્રારા કરવામાં આવતું હોય છે. વર્ષમાં બે વખત આવી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે પરંતુ છેલ્લા બે વર્ષથી આવી પરીક્ષા ન લેવાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આજકાલમાં આ બાબતને વાંચવા મળતા પરીક્ષાનો શેડુલ જાહેર કરી ૯ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન પરીક્ષાનો શેડુલ જાહેર કર્યેા હતો.
દરમિયાનમાં ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ (સેવા) પિયુષ રાજવંશીએ આ સંદર્ભે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના મહાન નિર્દેશકને એક પત્ર પાઠવી પરીક્ષા આપનાર મોટાભાગના કર્મચારીઓ અતિવૃષ્ટ્રિના કારણે રાહત અને બચાવની કામગીરીમાં રોકાયેલા હોવાથી ખાતાકીય પરીક્ષાને પૂરતો ન્યાય આપી શકે તેમ નથી. આ બાબતને ધ્યાનમાં રાખી પરીક્ષા મોકૂફ રાખવા સૂચના આપી છે.
જોકે આ પહેલા ગુજરાત રાય પંચાયત સેવા કર્મચારી મહામંડળના પ્રમુખ ભીખુસિંહ પરમાર અને મહામંત્રી હિમાંશુ પટેલે પંચાયત વિભાગના અગ્ર સચિવને આ સંદર્ભે લેખિતમાં આવેદનપત્ર પાઠવી પરીક્ષા મોકુફ રાખવા માટે માગણી કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિકાસ સેવા વર્ગના બે ના સિધી ભરતીથી નિયુકત અધિકારીઓની તથા વર્ગ ત્રણમાંથી વર્ગ–૨માં ભરતી માટેની ખાતાકીય પરીક્ષા તારીખ ૯ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન લેવાશે તેવી જાહેરાત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્રારા ૨૧ ઓગસ્ટના રોજ કરી હતી અને જે અધિકારીઓ પરીક્ષા આપવામાં માગતા હોય તેમણે તારીખ ૩ સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ વિગતો આ સંસ્થાને મોકલી આપવા અને ફોર્મ ભરી દેવા સૂચના આપવામાં આવી હતી. મોટા ભાગની પ્રક્રિયા પૂરી થયા પછી હવે આ પરીક્ષા મોકુફ રાખવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech