પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી ધોરણે ફેરફાર કરવામાં આવ્યું

  • April 08, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસના કાર્યને કારણે, રેલવે વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ડિવિઝન થી પસાર થતી પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન ના ટર્મિનલ સ્ટેશનને અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ


1. પોરબંદરથી દર મંગળવારે ચાલતી ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 15.04.2025 થી આગામી આદેશો સુધી પોરબંદરથી ચાલીને ઉમદાનગર સ્ટેશન સુધી જશે.

2. દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 16.04.2025 થી આગળના આદેશો સુધી સિકંદરાબાદને બદલે ઉમદાનગર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન ઉમદાનગર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે.
​​​​​​​

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેન બંને દિશામાં કાચીગુડા સ્ટેશન પર પણ ઉભી રહેશે. 15.04.2025 થી ચાલવા વાળી ટ્રેન નંબર 20968નું સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 07.55/08.10 કલાકે હશે, કાચીગુડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 08.25/08.27 કલાકે હશે અને ઉમદાનગર સ્ટેશને 09.05 કલાકે પહુંચશે.

તેવી જ રીતે 16.04.2025 થી ચાલવા વાળી ટ્રેન નંબર 20967 ઉમદાનગર સ્ટેશનથી 14.00 કલાકે ઉપડશે. તે પછી, કાચેગુડા સ્ટેશન પર તેનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 14.35/14.37 કલાક અને સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 15.00/15.10 કલાકનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application